TBO TEK લિમિટેડે રૂ. 400 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને 1.56 કરોડ ઈક્વિટી શેરના ઓફર ફોર સેલ માટે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું
વૈશ્વિક સ્તરે ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં ટોચના ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ પૈકી એક TBO Tek Limited કે જે 100થી વધુ દેશોમાં (જૂન 30, 2023 સુધી) ખરીદદારો અને સપ્લાયરોને કોમ્પ્રેહેન્સિવ ટ્રાવેલ ઇન્વેન્ટરી સહિતની સેવાઓ પૂરી પાડે છે, તેણે આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કર્યો છે.
વૈશ્વિક સ્તરે ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં ટોચના ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ પૈકી એક TBO Tek Limited કે જે 100થી વધુ દેશોમાં (જૂન 30, 2023 સુધી) ખરીદદારો અને સપ્લાયરોને કોમ્પ્રેહેન્સિવ ટ્રાવેલ ઇન્વેન્ટરી સહિતની સેવાઓ પૂરી પાડે છે, તેણે આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કર્યો છે. પ્રસ્તાવિત ડ્રાફ્ટ મુજબ, કંપની ₹ 1ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યૂ યોજી રૂ. 400 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ 1,56,35,996 ઈક્વિટી શેર્સ ઓફર કરશે.
TBOના પ્રસ્તાવ મુજબ, ફ્રેશ ઈશ્યૂ અંતર્ગત એકત્રિત ફંડનો ઉપયોગ નવા ખરીદદારો અને સપ્લાયર્સને જોડી, અજાણ્યા ઈનઓર્ગેનિક એક્વિઝિશન અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂરા કરી પ્લેટફોર્મના ગ્રોથ અને મજબૂતીકરણ માટે કરશે. TBO પ્લેટફોર્મ 30 જૂન, 2023 સુધીમાં 100 કરતાં વધુ દેશોમાં 147,000 ખરીદદારો અને 10 લાખથી વધુ સપ્લાયર્સ ઉમેર્યા છે. TBO 7,500+ સ્થળો પર સેવાઓ પ્રદાન કરે છે અને તેના પ્લેટફોર્મ દ્વારા દરરોજ 33,000 બુકિંગની સુવિધા આપે છે. TBO ફોરેક્સ સહાયની સાથે કરન્સીની વિશાળ શ્રેણી (55+)ને સપોર્ટ કરે છે. (સ્ત્રોત: 1લેટીસ રિપોર્ટ).
TBOના સપ્લાયર્સમાં હોટલ, એરલાઇન્સ, કાર ભાડા, ટ્રાન્સફર, ક્રુઝ, વીમો, રેલ અને અન્ય (સામૂહિક રીતે, 'સપ્લાયર્સ'), અને ટ્રાવેલ એજન્સીઓ અને સ્વતંત્ર ટ્રાવેલ એડવાઈઝરી ('રિટેલ ખરીદદારો') જેવા રિટેલ ખરીદદારો અને એન્ટરપ્રાઈઝ ખરીદદારો કે જેમાં ટુર ઓપરેટર્સ, ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓ, ઓનલાઈન ટ્રાવેલ કંપનીઓ, સુપર-એપ્સ અને લોયલ્ટી એપ્સ ('એન્ટરપ્રાઈઝ બાયર્સ', રિટેલ બાયર્સ, 'બાયર્સ')નો સમાવેશ થાય છે તે સપ્લાયર્સ અને ખરીદદારો એમ બંનેને એકબીજા સાથે એકીકૃત ટ્રાન્જેક્શન કરવા પ્લેટફોર્મ પુરૂ પાડે છે.
TBOનું પ્લેટફોર્મ સપ્લાયર્સના વિશાળ અને વિભાજિત આધારને વિશાળ અને ગ્લોબલ બાયર્સના આધાર માટે ઇન્વેન્ટરી પ્રદર્શિત કરવા અને માર્કેટિંગ કરવાની મંજૂરી આપે છે. ખરીદદારો માટે, પ્લેટફોર્મ એક સંકલિત, મલ્ટી કરન્સી અને બહુભાષી વન-સ્ટોપ સોલ્યુશન છે જે તેમને આરામદાયક, કોર્પોરેટ અને ધાર્મિક પ્રવાસ જેવા વિવિધ ટ્રાવેલ સેગમેન્ટમાં વિશ્વભરના સ્થળો શોધવા અને બુક કરવામાં મદદ કરે છે.
1,56,35,996 ઇક્વિટી શેર્સ સુધીની ઓફર ફોર સેલમાં ગૌરવ ભટનાગર દ્વારા 2,033,944 ઇક્વિટી શેર, મનીષ ઢીંગરા દ્વારા 572,056 ઇક્વિટી શેર્સ સુધી; 2,606,000 સુધીના ઇક્વિટી શેર્સ LAP ટ્રાવેલ કલેક્ટિવલી “પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ" (ધ પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ) અંતર્ગત શેર ઓફર કરશે. TBO કોરિયા દ્વારા 3,767,200 ઇક્વિટી શેર્સ અને ઓગસ્ટા TBO દ્વારા 6,656,796 ઇક્વિટી શેર સુધી 'ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ' (ધ ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ") તરીકે શેર ઓફર કરશે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.
ભારતમાં વાઇન નિકાસ કરતા મુખ્ય દેશોમાં યુએસ (US$ 75 મિલિયન), યુએઈ (US$ 54 મિલિયન), સિંગાપોર (US$ 28 મિલિયન) અને ઇટાલી (US$ 23 મિલિયન)નો સમાવેશ થાય છે.