TCSRDએ મહિલા ઉદ્યોગ સાહસિકોની અભૂતપુર્વ સિધ્ધિઓને બિરદાવી
ટાટા કેમિકલ્સ લિમિટેડની સીએસઆર શાખા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટએ ઓખામંડલમાં આરંભડા ગામમાં વાઇબ્રન્ટ ઇવેન્ટ સાથે ‘ગ્રામીણ મહિલાઓ માટેનાં આંતરરાષ્ટ્રીય દિવસ’ની ઉજવણી કરી હતી. સશક્તિકરણ માટે ઉદ્યોગસાહસિકતા પર ભાર મૂકતા 16 સ્વ-સહાય જૂથોની 154 મહિલાઓએ પોતાની પ્રેરણાદાયક સફળતાની ગાથા રજૂ કરી હતી અને પોતાનાં અનોખા કૌશલ્ય અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સની રજૂઆત કરી હતી.
ટાટા કેમિકલ્સ લિમિટેડની સીએસઆર શાખા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (TCSRD)એ ઓખામંડલમાં આરંભડા ગામમાં વાઇબ્રન્ટ ઇવેન્ટ સાથે ‘ગ્રામીણ મહિલાઓ માટેનાં આંતરરાષ્ટ્રીય દિવસ’ (ઇન્ટરનેશનલ ડે ફોર રૂરલ વીમેન)ની ઉજવણી કરી હતી. સશક્તિકરણ માટે ઉદ્યોગસાહસિકતા પર ભાર મૂકતા 16 સ્વ-સહાય જૂથો (SHGs)ની 154 મહિલાઓએ પોતાની પ્રેરણાદાયક સફળતાની ગાથા રજૂ કરી હતી અને પોતાનાં અનોખા કૌશલ્ય અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સની રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમને ટાટા કેમિકલ્સના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને તેમનાં પરિવારજનોએ ટેકો આપ્યો હતો. આ પ્રસંગે રાજ્યના બાગાયત વિભાગ અને અનુષ્કા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ સહિતનાં માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ટાટા કેમિકલ્સના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર અને સાઇટ હેડ (મીઠાપુર) એન કામથે જણાવ્યું હતું કે, “આપણા સમાજનાં વિકાસમાં મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનાં સશક્તિકરણ માટે પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ પ્રદેશમાં કેટલીક મહિલાઓએ સ્વસહાય જૂથોની મદદથી આત્મનિર્ભરતાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. તેમની સિધ્ધિઓને બિરદાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ નિર્વિધ્ને બિઝનેસ કરવા માટે ડિજિટલ ટેકનોલોજી અપનાવીને કઈ રીતે બદલાતા સમય સાથે અનુકુલન સાધ્યું છે તે જોઇને આનંદ થાય છે. આ કાર્યક્રમ પાછળનો હેતુ આ મહિલાઓનાં નિર્ધાર અને તાકાતને વ્યાપક લોકો સુધી પહોંચાડવાનો છે. તેનો હેતુ એક મંચ ઊભો કરવાનો પણ હતો, જેમાં મહિલાઓ પોતાની કહાનીઓનું આદાનપ્રદાન કરી શકે અને પરસ્પર પ્રેરણા અને પ્રોત્સાહનને વેગ આપી શકે. સ્થાનિક લોકોની મોટા પ્રમાણમાં હાજરી અને ઉત્સાહ જોઇને અમે આનંદિત છીએ.”
પોતાની અભુંતપુર્વ સિધ્ધિઓને બિરદાવવા માટે ચાર સ્વસહાય જૂથોનું સન્માન કરવામાં આવ્યું હતું, દેશમાં મહિલા સશક્તિકરણ હાંસલ કરવામાં સ્વસહાય જૂથોની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા સ્વસહાય જૂથોનાં એમ્પાવરમેન્ટ ઇન્ડેક્સને આધારે તેમની પસંદગી કરવામાં આવી હતી. પોતાના બિઝનેસમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અપનાવવા બદલ 30 મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ગ્રામીણ મહિલાઓનાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન મહિલા સહભાગીઓએ સાંસ્કૃતિક અને સર્જનાત્મક પર્ફોમન્સ દ્વારા મંચ પર પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.”
TCSRD એ તેની તમામ સીએસઆર પહેલન4 વિકાસ અને અમલીકરણમાં મહિલાઓને પ્રાથમિકતા આપી છે. ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા મહિલાઓની આજીવિકાને ટેકો આપવો એ મહત્વની પહેલ છે. આ કાર્યક્રમ સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ માટે હાથ ધરવામાં આવતી શ્રેણીબધ્ધ પહેલમાં ઉમેરા સમાન છે.
ભારતીય શેરબજાર બુધવારના ટ્રેડિંગ સેશનમાં વ્યાપક ઘટાડાનો અનુભવ કરી રહ્યું છે, લગભગ તમામ સૂચકાંકો લાલ નિશાનમાં છે.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.