TCSRDએ કુપોષણ સામે લડવા અને પ્રાથમિક સ્વાસ્થ સુવિધામાં સુધારો કેળવવા વૃદ્ધિ પ્રોજેક્ટ શરૂ કર્યો
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ માતા અને શિશુઓમાં કુપોષણ, ગર્ભવતી મહિલાઓ તથા કિશોર છોકરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા તથા ઓખામંડળ તાલુકામાં પ્રાથમિક સ્વાસ્થને લગતી સેવાઓમાં સુધારો કેળવવાનો છે.
ટાટા કેમિકલ્સ લિમિટેડની સીએસઆર શાખા, ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ અમલીકરણકર્તા ભાગીદાર નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એક પ્રોજેક્ટ વૃદ્ધિ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ માતા અને શિશુઓમાં કુપોષણ, ગર્ભવતી મહિલાઓ તથા કિશોર છોકરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા તથા ઓખામંડળ તાલુકામાં પ્રાથમિક સ્વાસ્થને લગતી સેવાઓમાં સુધારો કેળવવાનો છે.
પ્રોજેક્ટ વૃદ્ધિનો ઉદ્દેશ નવજાત શિશુઓમાં ઓછા વજન સહિત ગર્ભવસ્થાને લગતા પરિણામોમાં સુધારો કેળવવા કિશોર છોકરીઓ તથા ગર્ભવતી મહિલાઓને આવશ્યક સ્વાસ્થ સહાયતા ઉપલબ્ધ કરાવી કુપોષણને લગતી સમસ્યાનો વ્યાપક પ્રમાણમાં ઉકેલ મેળવવાનો છે. આ પ્રોજેક્ટ જન્મજાત ઓછું વજન (એલબીડબ્લ્યુ) ધરાવતા તમામ બાળકોની વહેલીતકે ઓળખ કરવા તથા તેમને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. અને તેને લીધે નાની ઉંમરમાં આવશ્યક વિકાસની સુવિધા માટે મદદ મળશે. 6થી 59 મહિનાની વય જૂથમાં સેવર એક્યુટ મેલન્યુટ્રીશન (એસએએમ) બાળકોને ચાઈલ્ડ મેલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર (સીએમટીસી) દ્વારકા અથવા જામ-ખંભાળિયામાં ન્યુટ્રીશનલ રિહેબિલેટેશન સેન્ટર (એનઆરસી)માં 14 દિવસની ફેસિલિટી-લેવલ કેર મળશે. આ ઉપરાંત છ સપ્તાહની કોમ્યુનિટી-લેવલ કેર મળશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ અંતર્ગત, સ્વાસ્થ સુવિધાને વધુ લોકો સુધી પહોંચાડવા સાથે મોબાઈલ હેલ્થ ક્લિનિક ઓખામંડળના ગ્રામીણ સમુદાયમાં ગ્રામીણ-સ્તરની સ્વાસ્થ સુવિધા પૂરી પાડશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.