TECNO CAMON 20 Pro 5G: સ્ટાઇલિશ રીતે રચાયેલ 5જી - સક્ષમ કેમેરા - કેન્દ્રિત સ્માર્ટફોન
અદ્યતન 5જી કનેક્ટિવિટી દ્વારા સંચાલિત, કેમન 20 પ્રો 5જી વીજળી જેવી ઝડપી ગતિ પ્રદાન કરે છે અને આપણને જીવનની દરેક ક્ષણને કેપ્ચર કરવા માટે સશક્ત બનાવે છે. સ્માર્ટફોનની અસાધારણ કેમેરા ક્ષમતાઓ કેન્દ્રસ્થાને છે, જેથી વપરાશકર્તાઓ નોંધપાત્ર સ્પષ્ટતા અને વિગતો સાથે અદભૂત ફોટા અને વિડિયોઝ કેપ્ચર કરી શકે છે.
ભારતનો સૌથી અપેક્ષિત કેમેરા - કેન્દ્રિત સ્માર્ટફોન ટેક્નો કેમન 20 પ્રો 5જી આખરે ભારતીય બજારો માટે રજૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટફોન બ્રાન્ડના તાજેતરના લોન્ચ સાથે જ બ્રાન્ડે પોતાની "કીપ લવિંગ, કીપ લિવિંગ" ફિલસૂફીને ખૂબ જ સારી રીતે રજૂ કરી છે. ફોટોગ્રાફી વલણવાળો સ્માર્ટફોન સહેલાઇથી આકર્ષક ડિઝાઇન સાથે નવીન ફોટોગ્રાફી ક્ષમતાઓને જોડે છે.
અદ્યતન 5જી કનેક્ટિવિટી દ્વારા સંચાલિત, કેમન 20 પ્રો 5જી વીજળી જેવી ઝડપી ગતિ પ્રદાન કરે છે અને આપણને જીવનની દરેક ક્ષણને કેપ્ચર કરવા માટે સશક્ત બનાવે છે. સ્માર્ટફોનની અસાધારણ કેમેરા ક્ષમતાઓ કેન્દ્રસ્થાને છે, જેથી વપરાશકર્તાઓ નોંધપાત્ર સ્પષ્ટતા અને વિગતો સાથે અદભૂત ફોટા અને વિડિયોઝ કેપ્ચર કરી શકે છે.
કેમન 20 પ્રો 5જી ને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી છે. જ્યુરીના સખત માપદંડને પાસ કર્યા પછી સ્માર્ટફોનને યુએસએ ગોલ્ડ મ્યુઝિક ડિઝાઇન એવોર્ડ આપવામાં આવ્યો છે. કેમન 20 પ્રો 5જી એક કલાત્મક ફ્લેગશિપ દેખાવ ધરાવે છે જે તેને અન્યથી અલગ કરે છે. તેની સુપર સ્લિમ પ્રોફાઇલ અને ટેક્સચર લેધર સાથે, ઉપકરણ ભવ્યતા દર્શાવે છે. કાળજીપૂર્વક તૈયાર કરવામાં
આવેલી 2.5ડી વેર-રેઝિસ્ટન્ટ સિરામિક ફ્રેમ તેની પ્રીમિયમ ફીલ વધારે છે, જે ટકાઉપણું અને વૈભવી સ્પર્શને સુનિશ્ચિત કરે છે. લેધર ટેક્સચર અને સિરામિક ડેકો ડિઝાઇનનું નવીન ફ્યુઝન લક્ઝરી સ્પર્શ ઉપરાંત ઉપકરણની ઉચ્ચ ગુણવત્તાને પણ પ્રદર્શિત કરે છે, જે કેમન 20 પ્રો 5જી ને ડિઝાઇન અને કારીગરીમાં ઉત્તમ બનાવે છે.
કેમન 20 પ્રો 5જી સ્માર્ટફોન ફોટોગ્રાફીને તેની અસાધારણ કેમેરા ક્ષમતાઓ સાથે અલગ ઊંચાઈએ લઈ જાય છે. અદ્યતન 64 એમપી આરજીબીડબલ્યુ(જી+પી) લેન્સથી સજ્જ, સ્માર્ટફોન ખાતરી આપે છે કે કેપ્ચર કરેલી છબીઓ સ્પષ્ટત છે, સાચા રંગ અને વિગતો બતાવે છે. ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઈએસ) ની હાજરી પડકારજનક શૂટિંગની પરિસ્થિતિઓમાં
પણ સ્થિર અને શેક-ફ્રી ઇમેજ આપે છે. એફ1.65 અપર્ચરની હાજરીને લીધે કેમેરા ઓછા પ્રકાશમાં પણ સારું પ્રદર્શન કરે છે, જે ઓગમેન્ટેડ બ્રાઇટનેસ અને ઘટાડેલા અવાજ સાથે ઉત્કૃષ્ટ ફોટો બનાવે છે. ફેઝ ડિટેક્શન ઓટો ફોકસ (પીડીએએફ) તકનીક ઝડપી અને સચોટ ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી આપે છે, જેથી વપરાશકર્તાઓ તેમની કિંમતી ક્ષણોને પળવારમાં કેપ્ચર કરી શકે છે. આ ઉપરાંત, કેમન 20 પ્રો 5જી વિડિયો એચડીઆરને સપોર્ટ કરે છે, જે ડાયનેમિક અને વાઇબ્રન્ટ વિડિયો ફૂટેજ આપે છે, જે તમારી યાદોને અવિશ્વસનીય વિઝ્યુઅલ ઇમ્પેક્ટ સાથે જીવંત કરે છે.
કેમન 20 પ્રો 5જી તેના અસાધારણ 32 એમપી અલ્ટ્રા ક્લિયર સેલ્ફી કેમેરાને કારણે સેલ્ફી ઉત્સાહીઓમાં લોકપ્રિય છે. સ્માર્ટફોનનો ફ્રન્ટ કેમેરા સ્પષ્ટતા અને વિગતો સાથે નોંધપાત્ર સ્વ-પોટ્રેટ આપવા માટે બનાવવામાં આવ્યો છે. તેના હાઈ રિઝોલ્યુશન સાથે, કેમન 20 પ્રો 5જી દ્વારા ક્લિક કરવામાં આવેલી દરેક સેલ્ફી દરેક વખતે આબેહૂબ ક્લિકની ખાતરી આપે છે. ડ્યુઅલ ફ્લેશલાઇટ, એફ2.45 અપાર્ચર સાથે, ઓછા પ્રકાશમાં પણ સારી રીતે પ્રકાશિત અને કુદરતી દેખાતી સેલ્ફી પાડવા માટે પૂરતી લાઇટિંગ આપે છે. વિશાળ 80.6° ફિલ્ડ ઓફ વ્યૂ (એફઓવી) ને કારણે તમે તમારી સેલ્ફીમાં વધુ લોકો અથવા બેકગ્રાઉન્ડ દૃશ્યોનો સમાવેશ કરી શકો છો, જે તમને ગ્રૂપ શોટ્સ અને આકર્ષક લેન્ડસ્કેપ્સને સરળતા સાથે કેપ્ચર કરવા માટે સક્ષમ બનાવે છે. પછી ભલે તમે એકલા સેલ્ફી લઈ રહ્યા હોવ અથવા પ્રિયજનો સાથે કિંમતી ક્ષણો કેપ્ચર કરી રહ્યાં હોવ, કેમન 20 પ્રો 5જી નો ફ્રન્ટ કેમેરા ખાતરી કરે છે કે તમારા સ્વ-પોર્ટ્રેટ્સ હંમેશાં સારી ગુણવત્તાના હોય.
નવા લોન્ચ થયેલા કેમન 20 પ્રો 5જીમાં મીડિયાટેકના ધમાકેદાર ડાયમેન્સિટી 8050 5જી-સક્ષમ પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે મોબાઇલ પ્રોસેસિંગ ટેકનોલોજીમાં હરણફાળ રજૂ કરે છે. કટીંગ એજ 6 નેનોમીટર ફેબ્રિકેશન પ્રક્રિયા પર બનેલું, આ પ્રોસેસર અસાધારણ કામગીરી અને પાવર એફિશિયન્સી પૂરી પાડે છે. તેના શક્તિશાળી સીપીયુ અને જીપીયુ સાથે કેમન 20 પ્રો 5જી સરળતાથી મલ્ટિટાસ્કિંગ, ડિમાન્ડિંગ એપ્લિકેશન્સ અને ગ્રાફિક-ઇન્ટેન્સિવ ગેમ્સનું સંચાલન કરી શકે છે. 5જી કનેક્ટિવિટીનું ઇન્ટિગ્રેશન વીજળી જેવી ઝડપે ડાઉનલોડ અને અપલોડ સ્પીડને સુનિશ્ચિત કરે છે, જેથી વપરાશકર્તાઓ સીમલેસ સ્ટ્રીમિંગ, લેગ-ફ્રી ગેમિંગ અને ઓનલાઇન સામગ્રીની ઝડપી ઍક્સેસનો આનંદ લઈ શકે છે. કેમન 20 પ્રો 5જી માં આપવામાં આવેલું
મીડિયાટેકનું ડાયમેન્સિટી 8050 પ્રોસેસર સરળ અને પ્રતિભાવશીલ વપરાશકર્તા અનુભવ આપે છે, જેઓ તેમના સ્માર્ટફોનમાં સૌથી વધુ કાર્યક્ષમ પ્રદર્શન ઇચ્છે છે તેમના માટે તે સંપૂર્ણ સાથી બને છે.
કેમન 20 પ્રો 5જી બે કાર્યક્ષમ વેરિઅન્ટમાં આવે છે. પ્રથમ વેરિઅન્ટ 128 જીબી રોમ છે, જેની કિંમત રૂ. 19,999 છે અને બીજો વેરિઅન્ટ 256 જીબી રોમ છે, જેની કિંમત રૂ. 21,999 છે. આ ફોન જૂનના બીજા અઠવાડિયાથી તેના પ્રથમ વેચાણ માટે બે આકર્ષક રંગો - ડાર્ક વેલ્કિન, સેરેનિટી બ્લુમાં ઉપલબ્ધ થશે.
સેમસંગ અને શાઓમીને ટક્કર આપવા માટે રિયલમીએ પોતાનો પહેલો અલ્ટ્રા સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ Realme સ્માર્ટફોન શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે અને તેની કિંમત સેમસંગ અને Xiaomi અલ્ટ્રા ફોનની કિંમત કરતાં અડધાથી પણ ઓછી છે.
iPhone 16e એ લોન્ચ થયાના માત્ર ત્રણ દિવસમાં જ તેના જૂના મોડેલનો વેચાણ રેકોર્ડ તોડી નાખ્યો છે. એપલનો આ લેટેસ્ટ આઈફોન ગયા મહિને વૈશ્વિક બજારમાં રજૂ કરવામાં આવ્યો હતો.
રીયલમી P3 અલ્ટ્રા અને P3 5G 19 માર્ચે લોન્ચ થશે. 6000mAh બેટરી, 90fps ગેમિંગ, અને કિંમત જાણો. હજુ ફીચર્સ અને સ્પેસફીકેશંસ જુઓ!