શેખ શાહજહાં વિરુદ્ધ TMCની મોટી કાર્યવાહી, 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ
TMC નેતા અને ફરાર શેખ શાહજહાંની આજે પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
કોલકાતા: TMC નેતા અને ફરાર શેખ શાહજહાંની આજે પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. હવે આ પછી ટીએમસીએ શાહજહાં વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
તમને જણાવી દઈએ કે રાશન કૌભાંડમાં ED ઘણા દિવસોથી શાહજહાંને શોધી રહી હતી, પરંતુ તે ફરાર હતો. હાલમાં જ જ્યારે EDની ટીમ તેમના ઘરે દરોડા પાડવા ગઈ હતી ત્યારે તેમના સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. ત્યારથી શાહજહાં ફરાર હતો.
શાહજહાં શેખની ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીથી લગભગ 30કિમી દૂર મિનાખાનના એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. શેઠ કેટલાક સાથીઓ સાથે એક ઘરમાં છુપાયેલા હતા. ધરપકડ બાદ તેને બસીરહાટ કોર્ટમાં રજૂ કરયો હતો. કોલકાતા હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે સીબીઆઈ, ઈડી અથવા પશ્ચિમ બંગાળ પોલીસ શેખની ધરપકડ કરી શકે છે. 24 કલાકમાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. શેખની હકાલપટ્ટી કરતી વખતે ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે કેટલીક પાર્ટીઓ માત્ર બોલે છે પરંતુ ટીએમસી બોલવાની સાથે કાર્યવાહી પણ કરે છે અને તેથી જ અમે શેખ શાહજહાંને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરીએ છીએ.
Earthquake: ભૂકંપના આંચકાથી મેઘાલયની જમીન ધ્રૂજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપના આંચકાથી કોઈ નુકસાનના સમાચાર નથી.
RRB Technician Result: આજે એટલે કે 19 માર્ચ 2025 ના રોજ, RRB ટેકનિશિયન ગ્રેડ 3 ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંદોલન બાદ, મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. સોમવારે બપોરે ફહીમ શમીમ શેખ પણ તે વિરોધમાં સામેલ થયા હતા.