ટીવીએસ મોટર કંપનીએ ગુજરાતમાં ટીવીએસ સ્પોર્ટના સામૂહિક ડિલિવરી કાર્યક્રમ સાથે નવું સીમાચિહ્ન સ્થાપ્યું
ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સના પ્રતિષ્ઠિત નિર્માતા ટીવીએસ મોટર કંપનીએ ગુજરાતના ભાવનગરમાં ટીવીએસ સ્પોર્ટ માટે સફળતાપૂર્વક સામૂહિક ડિલિવરી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેની સાથે કંપનીએ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે કારણકે તે પ્રદેશમાં ઉપસ્થિતિ વિસ્તારી રહી છે.
ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સના પ્રતિષ્ઠિત નિર્માતા ટીવીએસ મોટર કંપનીએ ગુજરાતના ભાવનગરમાં ટીવીએસ સ્પોર્ટ માટે સફળતાપૂર્વક સામૂહિક ડિલિવરી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેની સાથે કંપનીએ મહત્વપૂર્ણ સીમાચિહ્ન
હાંસલ કર્યું છે કારણકે તે પ્રદેશમાં ઉપસ્થિતિ વિસ્તારી રહી છે.
ટીવીએસ સ્પોર્ટે તેના નવા સેલ્ફ-સ્ટાર્ટ વેરિઅન્ટના લોંચ બાદ ગુજરાતમાં ગ્રાહકોનો બેજોડ પ્રતિસાદ મેળવ્યો છે તથા
સેગમેન્ટમાં ટોચના વિકલ્પોમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરી છે. ટીવીએસ સ્પોર્ટ ઇએસને તેની બેજોડ માઇલેજ
ક્ષમતાઓ, ઉત્તમ સુવિધાઓ, સ્ટાઇલ, અનુકૂળતા અને લાંબા અંતરની રાઇડ માટે ઉપયુક્તતા સાથે ગ્રાહકોનો સકારાત્મક પ્રતિસાદ મેળવ્યો છે. બ્રાન્ડની વિશિષ્ટ સ્ટાઇલને જાળવી રાખતાં ટીવીએસ સ્પોર્ટ ઇએસ એક ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વિકલ્પ પ્રદાન કરે છે, જે એન્ટ્રી-લેવલ મોટરસાઇકલ સેગમેન્ટમાં વેલ્યુ-ફોર-મની પ્રદાન કરવાના બ્રાન્ડના ઉદ્દેશ્યને યોગ્ય રીતે પ્રદર્શિત કરે છે.
સ્પર્ધાત્મક કિંમત અને ઉત્તમ ફીચર્સ તથા ગ્રાહકો દ્વારા મૂકાયેલા વિશ્વાસ અને પ્રશંસા ખૂબજ સ્પર્ધાત્મક ટુ-વ્હીલર માર્કેટમાં ટીવીએસ સ્પોર્ટને પસંદગીના વિકલ્પ તરીકે મજબૂતાઇ પ્રદાન કરે છે. રથયાત્રાના શુભ અવસરની ઉજવણી કરતાં 20 જૂન, 2023ના રોજ ગુજરાતના ભાવનગરમાં “ટીવીએસ સ્પોર્ટ – ખુશિયોં કા ઉત્સવ” – સામૂહિક ડિલિવરી કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પાવરફૂલ ઇટીએફઆઇ 110 સીસી એન્જિનથી સજ્જ ટીવીએસ સ્પોર્ટ બેજોડ પાવર અને ટોર્ક ડિલિવર કરવાની સાથે-સાથે માઇલેજમાં 15 ટકાની વૃદ્ધિ આપે છે. તેના આકર્ષક પ્રાઇઝ ટેગ સાથે ટીવીએસ સ્પોર્ટ તેના સેગમેન્ટમાં સૌથી વ્યાજબી સેલ્ફ- સ્ટાર્ટ બાઇક પૈકીની એક છે. ટીવીએસ સ્પોર્ટ સેલ્ફ સ્ટાર્ટ (ઇએલએસ) બ્લુ બ્લેક, બ્લેક રેડ, વ્હાઇટ પર્પલ અને મેટાલિક બ્લૂ જેવાં આકર્ષક કલરના વિકલ્પોની શ્રેણી ઓફર કરે છે. ટીવીએસ સ્પોર્ટ સેલ્ફ સ્ટાર્ટ (ઇએસ) ત્રણ આકર્ષક કલર ઓલ બ્લેક, ઓલ ગ્રે અને ઓલ રેડ ઉપલબ્ધ છે.
ટીવીએસ સ્પોર્ટ રૂ. 59,500માં ઉપલબ્ધ છે (એક્સ-શોરૂમ, ગુજરાત).
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.