ટેલિ સોલ્યુશન્સે ટેલિપ્રાઇમ 4.0 લોંચ કર્યુ
એમએસએમઇ એકમોની સતત બદલાતી જતી જરૂરિયાતોને પૂરી કરતા ભારતનાં અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઇડર ટેલિ સોલ્યુશન્સે ટેલિપ્રાઇમ 4.0ના ગ્લોબલ લોંચની જાહેરાત કરી છે.
નવી દિલ્હી : એમએસએમઇ એકમોની સતત બદલાતી જતી જરૂરિયાતોને પૂરી કરતા ભારતનાં અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઇડર ટેલિ સોલ્યુશન્સે ટેલિપ્રાઇમ 4.0ના ગ્લોબલ લોંચની જાહેરાત કરી છે. આ લોંચ વેપારીઓ અને અંતિમ વપરાશકારોને અતુલનીય અને ઉચ્ચ અનુભવ પૂરો પાડવાનાં ટેલિનાં વિઝનને અનુરુપ છે. કંપની આગામી બે-ત્રણ વર્ષમાં તેનાં ગ્રાહકોમાં 50 ટકાની અને CAGRમાં 40 ટકા વૃધ્ધિનો લક્ષ્ય ધરાવે છે. ટેલિપ્રાઇમ 4.0માં બીએમએસ અનુભવને આગામી સ્તર પર લઇ જવા માટે સાહજિક અને શક્તિશાળી ડેશબોર્ડ્સ, એમએસ એક્સલમાંથી સરળતાથી ડેટા ઇમ્પોર્ટ અને બિઝનેસ માટે વોટ્સએપ જેવાં નવાં ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે.
લોંચ અંગે ટિપ્પણી કરતા ટેલિ સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર તેજસ ગોએન્કાએ જણાવ્યું હતું કે, “કેટલાંક વર્ષો પહેલાં ટેલિપ્રાઇમ લોંચ કર્યા બાદ અમે એસએમઇ દ્વારા જે રીતે બિઝનેસને પ્રોફેશનલી રીતે ચલાવવામાં સરળતા લાવવા પર ફોકસ કરીને બિઝનેસ મેનેજમેન્ટના શક્તિશાળી અનુભવનો લાભ પૂરો પાડવા પર કામ કરી રહ્યા છીએ. ટેલિપ્રાઇમ 4.0 સાથે અમારું ફોકસ યુઝરનો અનુભવ સમૃધ્ધ કરવાનો અને બિઝનેસ માલિકોને તેમનો બિઝનેસ વધુ પ્રોફેશનલી અને કાર્યક્ષમ રીતે કરવામાં મદદ કરવાનો છે. ટેલિપ્રાઇમ 4.0માં નવાં મજબૂત ફંકશન્સ છે, જે બિઝનેસ મેનેજમેન્ટને સરળ બનાવે છે અને ડેટા સાથે સીમલેસ ઇન્ટરએક્શનમાં સરળતા કરી આપે છે. સહજ અને પાવરફુલ ડેશબોર્ડ્સ ટેલિના મજબૂત રિપોર્ટિંગ એન્જિનને મજબૂત કરે છે, પ્રોફેશનલ વોટ્સએપ કમ્યુનિકેશન કરે છે અને એક્સલ શીટ્સમાંથી ડેટાનું સરળતાથી મિશ્રણ કરે છે, જેને કારણે યુઝર તેનાં વેપારમાં વૃદ્ધિ કરી શકશે.”
ટેલિ એમએસએમઇ ઇકોકિસ્ટમની જરૂરિયાતોનો અભ્યાસ કરી રહી છે અને ત્રણ દાયકાથી સંબંધિત સોલ્યુશન્સ પૂરાં પાડી રહી છે. ટેલિપ્રાઇમ 4.0ની મદદથી વેપારીઓ નવાં સહજ ડેશબોર્ડ દ્વારા વર્તમાન પાવરફુલ રિપોર્ટિંગ એન્જિનને વધુ ધારદાર બનાવી શકશે અને અનલિમિટેડ વિઝ્યુઅલ ડેટાના લાભ લઈ શકશે, જેને બિઝનેસની અનોખી જરૂરિયાતોને પહોંચી વળવા કસ્ટમાઇઝ કરી શકાશે.
બિઝનેસ માટે વોટ્સએપનાં એકીકરણને કારણે હિતધારકો સાથે રિપોર્ટ, ઇનવોઇસ, રિસિપ્ટ્સ અને અન્ય કમ્યુનિકેશન્સ સરળ અને કાર્યક્ષમ રીતે કરી શકાય છે, જેને કારણે તાત્કાલિક, ચોક્કસ અને વધુ પ્રોફેશનલ રીતે બિઝનેસ કમ્યુનિકેશન થઈ શકે છે. આ જ રીતે, ટેલિપ્રાઇમનું ડેટા ઇમ્પોર્ટ ફીચર ટેલિની સરળતાને કારણે કોઇ પણ એક્સલ ડોક્યુમેન્ટને વર્ચ્યુઅલી ઇમ્પોર્ટ કરી શકે છે.
તેજસ ગોયેન્કાએ ઉમેર્યું હતું કે, “અમારું ફોકસ ઇનોવેશન ચાલુ રાખવાનું અને ભારત અને વિશ્વમાં એમએમએમઇ માટે યોગ્ય ટેકનોલોજી તૈયાર કરવાનું છે. તેમનું કામ કરવાનું અનોખું વાતાવરણ અને પ્રોડક્ટ પરની ઊંચી અપેક્ષાઓ ભારત અને વિશ્વમાં આગળ વધવા પ્રેરણા આપે છે.”
ટેલિપ્રાઇમ પ્રોડક્ટ પોર્ટફોલિયોએ કોમ્પ્લાયન્સ અને ત્યારબાદ બિઝનેસ મેનેજમેન્ટ સોલ્યુશન્સનાં વ્યાપક ક્ષેત્રમાં બિઝનેસ ઓપરેશન્સમાં સરળતા લાવવામાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યો છે. ટેલિપ્રાઇમ 4.0 બિઝનેસને વધુ સક્રિય, જોડીને રાખવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે અને બિઝનેસ મેનેજમેન્ટનો સ્માર્ટ ઉપાય છે. એક્ટિવ TSS સબસ્ક્રિપ્શન ધરાવતા ગ્રાહકો માટે લેટેસ્ટ ટેલિ પ્રાઇમ માટે વધારાનો ખર્ચ નહીં આપવો પડે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.