ટેલી સોલ્યુશન્સ પહેલી ઓગસ્ટ 2023થી અમલી ઇ-ઇનવોઇસિંગ મેન્ડેટનું પાલન કરવા માટે અમદાવાદમાં એમએસએમઈને મદદ કરશે
અમદાવાદમાં 2,11,239થી વધુ વ્યવસાયધારકોને એકીકૃત સંક્રમણ તરફ શિક્ષિત કરવાનો ઉદ્દેશ્ય, વ્યવસાયો ટેલીપ્રાઈમ 3.0 સાથે સરળતાથી અને અસરકારક રીતે ઈ-ઈનવોઈસિંગ જનરેટ કરી શકે છે.
5 કરોડ અને તેથી વધુના ટર્નઓવરવાળા જીએસટી રજિસ્ટર્ડ વ્યવસાયો માટે ઈ-ઈનવોઈસિંગ અપનાવવાની અંતિમ તારીખ નજીક આવી રહી હોવાથી ટેલી સોલ્યુશન્સ આ વ્યવસાયોને તેના વ્યાપક અને ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન ટેલીપ્રાઈમ 3.0ના માધ્યમથી ઈ-ઈનવોઈસિંગમાં સરળતાથી સંક્રમણ અને અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરવા તૈયાર છે. કંપની સમગ્ર અમદાવાદમાં વ્યવસાયોને નિયમનકારી આવશ્યકતાઓનું સતત
પાલન સુનિશ્ચિત કરવા માટે જરૂરી સુધારાઓ વિશે શિક્ષિત કરવાના વ્યાપક પ્રયાસોમાં ખંતપૂર્વક જોડાઈ રહી છે.
ટેલી વર્ષ 2020થી ઈ-ઈનવોઈસિંગ અપનાવવામાં મોખરે છે. આ નવા નિયમોને એકીકૃત રીતે અપનાવવામાં એમએસએમઈને મદદ કરવા માટે, કંપનીએ અમદાવાદમાં 360 ડિગ્રી એજ્યુકેશન કેમ્પેઈન શરૂ કર્યું છે. આ કેમ્પેઈનનો હેતુ અમદાવાદમાં 2,11,239થી વધુ વ્યવસાયોને ઈ-ઈનવોઈસિંગ, ઈ-વે બિલ, ઓડિટ ટ્રેલ અને વ્યવસાયની ઉત્પાદકતા અને નફાકારકતા વધારવાની સાથે સરળ સંક્રમણની સુવિધામાં ટેકનોલોજીની ભૂમિકાને સમજવામાં મદદ કરવાનો છે. આ મેન્ડેટનો સમય યોગ્ય છે કારણ કે ટેલીએ તાજેતરમાં ટેલીપ્રાઈમ 3.0 રજૂ કર્યું છે, જે મજબૂત રિપોર્ટિંગ ક્ષમતાઓથી સજ્જ એક સુધારેલું કમ્પ્લાયન્સ એન્જિન છે, ખાસ કરીને બહુવિધ GSTINના સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ છે. ટેલીપ્રાઈમ 3.0 એ ઉન્નત જીએસટી દર સેટઅપ, જીએસટી રિટર્નની ઝડપી એક્સેસ અને એક સંકલિત ચુકવણી વિનંતી સુવિધા પ્રદાન કરે છે જેનો હેતુ કલેક્શન સાઈકલ ટાઈમને નોંધપાત્ર રીતે ઘટાડવાનો છે. કંપની ઈ-ઈનવોઈસિંગ અમલીકરણ અંગે જાગૃતતા વધારવા હાઈપરલોકલ પહેલ ઉપરાંત ઉદ્યોગ સંગઠનો સાથે સ્થાનિક વ્યવસાયો માટે જાગૃતિ અને નોલેજ શેરિંગ સેશન્સનું આયોજન કરી રહી છે. ટેલી ઈ-ઈનવોઈસિંગને સ્વીકારવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી નોલેજ અને સોલ્યુશન્સ સાથે વ્યવસાયોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
આ પહેલ પર ટિપ્પણી કરતા, ટેલી સોલ્યુશન્સના ઈન્ડિયા બિઝનેસ હેડ જોયસ રેએ જણાવ્યું હતું કે, “ભારત સરકારનો 5 કરોડ અને તેથી વધુના ટર્નઓવરવાળા વ્યવસાયો માટે પહેલી ઓગસ્ટ, 2023થી અમલમાં મૂકાયેલો ઈ-ઈનવોઈસિંગ કવરેજ વિસ્તારવાનો નિર્ણય વ્યવસાયોના મોટા સમુદાયને કમ્પ્લાયન્સ ઇકોસિસ્ટમ હેઠળ લાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. વિશાળ ઇકોસિસ્ટમમાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને નફાકારકતા લાવવા માટે છેલ્લા 3-4 વર્ષોમાં આ પ્રકારની પહેલ ગેમ ચેન્જર સાબિત થઈ છે. વર્ષ 2020થી ભારતમાં વ્યવસાયોની ઇ-એડોપ્શન સફરને આગળ ધપાવવામાં ટેલીની મુખ્ય ભૂમિકા ખરેખર પ્રોત્સાહક રહી છે, જે એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ટેલી દેશમાં સૌથી વધુ પસંદગીનું ઇ-
ઇનવોઇસિંગ સોફ્ટવેર બની રહ્યું છે. ભારતમાં 7 લાખથી વધુ વ્યવસાયોએ પહેલી ઓગસ્ટ 2023 સુધીમાં ઈ-ઈનવોઈસિંગ અપનાવવાની જરૂર છે જે ટેલી માટે તેની હાજરીને વધુ મજબૂત કરવા અને દેશમાં તેની પહોંચ વિસ્તારવા માટે એક નોંધપાત્ર વ્યવસાય તક રજૂ કરે છે. ટેલીએ તેની ત્રણ દાયકાની સફરમાં જે વિશ્વાસ સંપાદિત કર્યો અને ઇ-ઇન્વોઇસિંગ અપનાવવા માટે પ્રિફર્ડ ટેક્નોલોજી પાર્ટનર તરીકેની તેની સ્થિતિ મજબૂત કરી છે તે એમએસએમઈ ઇકોસિસ્ટમ પ્રત્યે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમની પરિવર્તનકારી સફરનું પ્રમાણપત્ર રજૂ કરે છે.”
અગાઉના ઈ-ઈનવોઈસિંગ અમલીકરણના તબક્કામાં ઊંચા ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને પહેલેથી જ ટેકો આપીને ટેલી અમદાવાદમાં પણ બિઝનેસ સમુદાયના આ મોટા વર્ગને મદદ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. વ્યાપક બિઝનેસ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાના ત્રણ દાયકાથી વધુના અનુભવ અને એમએસએમઈ જરૂરિયાતોની ઊંડી સમજ સાથે ટેલીએ વર્ષોથી તેમના બિઝનેસ મેનેજમેન્ટ સોલ્યુશન્સ સાથે 23 લાખથી વધુ વ્યવસાયોને સફળતાપૂર્વક મદદ કરી છે. કંપનીનું 28,000થી વધુ ભાગીદારોનું વ્યાપક નેટવર્ક તેને સમગ્ર દેશમાં બિઝનેસ માલિકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે. ટેલી ભારતમાં નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે તેના વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ, ભરોસાપાત્ર અને અનુકૂલનક્ષમ ઉકેલોને કારણે અનુકૂળ વિકલ્પ બની રહ્યું છે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.