તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકનાં 2023-24નાં પ્રથમ ક્વાર્ટર માટેનાં અનઓડિટેડ નાણાકીય પરિણામો
જૂન 2023નાં અંતે બેન્કનો કુલ બિઝનેસ રૂ. 84,300 કરોડ હતો, અને ગ્રોથ રેટ 9.40% હતો.બેન્કની ડિપોઝીટ અને એડવાન્સ પોર્ટફોલિયો અનુક્રમે રૂ. 47,008 કરોડ અને રૂ. 37,292 કરોડ હતા.
બેન્કનાં નાણાકીય પરિણામોઃ ઊડતી નજરે
માપદંડો | જૂન 2022 (Q1) |
જૂન 2023 (Q1) |
વૃધ્ધિ YoY |
કુલ થાપણો (₹) | 43,233 | 47,008 | 8.73% |
કુલ ધિરાણ (₹) | 33,823 | 37,292 | 10.26% |
કુલ બિઝનેસ (₹) | 77,056 | 84,300 | 9.40% |
રિટેલ, એગ્રી અને & MSME (RAM) | 29,749 | 33,574 | 12.86% |
ચોખ્ખો નફો (₹) | 234.21 | 261.23 | 11.54% |
કુલ NPA (%) | 1.69% | 1.56% | - |
ચોખ્ખી NPA (%) | 0.93% | 0.66% | - |
પ્રોવિઝન કવરેજ રેશિયો | 88.08% | 90.49% | - |
ROA | 1.83% | 1.85% | - |
ROE | 17.41% | 14.80% | - |
EPS(₹) | 16.43 | 16.50 | - |
CRAR | 21.67% | 26.57% | - |
જૂન 2023નાં અંતે બેન્કનો કુલ બિઝનેસ રૂ. 84,300 કરોડ હતો, અને ગ્રોથ રેટ 9.40% હતો.
બેન્કની ડિપોઝીટ અને એડવાન્સ પોર્ટફોલિયો અનુક્રમે રૂ. 47,008 કરોડ અને રૂ. 37,292 કરોડ હતા.
નેટવર્થ રૂ. 7190 કરોડથી વધીને Y-o-Y રૂ. 5427 કરોડ થઈ
શેરની બુક વેલ્યુ રૂ. 381થી વધીને Y-o-Y રૂ. 454 થઈ
ચોખ્ખો નફો રૂ. 234 કરોડથી વધીને Y-o-Y રૂ. 261 કરોડ થયો
વ્યાજની આવક Y-o-Y રૂ. 1002 કરોડથી વધીને રૂ. 1156 કરોડ થઈ
વ્યાજની ચોખ્ખી આવક Y-o-Y રૂ. 140 કરોડથી વધીને રૂ. 167 કરોડ થઈ
RAM સેગમેન્ટ Y-o-Y 88 ટકાથી વધીને 90 ટકા થયું છે
GNPA 1.69 ટકાથી ઘટીને Y-o-Y 1.56 ટકા થઈ છે.
NNPA 0.93 ટકાથી ઘટીને Y-o-Y 0.66 ટકા થઈ છે.
બેન્ક કૃષિ, MSME, શિક્ષણ, હાઉસિંગ સહિતનાં અગ્રીણ ક્ષેત્રોમાં ધિરાણ પર સતત ભાર મૂકી રહી છે, જે તેનાં
ANBC નાં 75 ટકા થાય છે, અને તે આ ક્ષેત્રોને 40 ટકા ધિરાણ કરવાની નિયમનકારી જરૂરિયાત કરતાં વધુ છે.
અગ્રીમ ક્ષેત્રોને ધિરાણ 12 ટકાનાં દરે વધીને (અગાઉનાં વર્ષમાં રૂ. 24,839 કરોડ) રૂ. 27,805 કરોડ થઈ છે.
કૃષિ ક્ષેત્રને બેન્કનું ધિરાણ રૂ. 12,231 કરોડ હતું. કુલ ધિરાણનાં 32.80 ટકા ધિરાણ કૃષિ ક્ષેત્રને કરવામાં આવ્યું હતું, જે નિયમનકારના 18 ટકા કરતા વધુ છે.
MSME સેક્ટરને ધિરાણ રૂ. 12,588 કરોડથી વધીને રૂ. 13,311 કરોડ થયું છે.
બેન્કની થાપણો રૂ. 43,233 કરોડથી વધીને રૂ. 47,008 કરોડ થઈ છે.
બેન્કનું ધિરાણ રૂ. 10.26 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 37,292 કરોડ થયું છે.
ઓપરેટિંગ પ્રોફિટ રૂ. 374.40 કરોડથી વધીને રૂ. 379.90 કરોડ થયો છે.
ચોખ્ખો નફો રૂ. 234.21 કરોડથી 11.54 ટકા વધીને રૂ. 261.23 કરોડ થયો છે.
અસ્કામતો પરનું વળતર 1.85 ટકા અને ઇક્વિટી પરનું વળતર 14.80 ટકા હતું. (અગાઉનાં વર્ષનાં સમાન ગાળામાં અનુક્રમે 1.83 ટકા અને 17.41 ટકા).
બેન્કની નેટવર્થ વધીને રૂ. 5427 કરોડથી રૂ. 1763 કરોડ એટલે કે 32.49 ટકા વધીને રૂ. 7190 કરોડ થઈ.
કુલ ધિરાણની ટકાવારીમાં ગ્રોસ NPA 1.56 % હતી જ્યારે નેટ એનપીએ 0.66 ટકા હતી.(અગાઉનાં વર્ષમાં અનુક્રમે 1.69 % અને 0.93 ટકા).
બેન્કનો પ્રોવિઝન કવરેજ રેશિયો વધીને 90.49 ટકા થયો હતો. (અગાઉનાં વર્ષમાં 88.08 ટકા) નવી પહેલ
અમે Q1FY24માં છ બ્રાન્ચ ખોલી છે.
ફોકસ સાથે ઊભરતા એમએસએમઇ બજારમાં પ્રવેશવા માટે ચેન્નાઇ, મદુરાઇ, કોઇમ્બતુર અને થોથુકુડી ખાતે એમએસએમઇ લોન પ્રોસેસિગં હબ શરૂ કરવામાં આવ્યું છે.
જ્વેલ લોન-જ્વેલ લોન ઓટોમેશનમાં એન્ડ ટુ એન્ડ પ્રોસેસ ફ્લોને કારણે પ્રોસેસિંગ સમયમાં મહત્વપૂર્ણ ઘટાડો.
અમને Q1FY24 પરિણામોથી વૃદ્ધિના આંકડા જાહેર કરવામાં આનંદ થાય છે. તે ટકાઉ વૃદ્ધિ માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ ત્રિમાસિક ગાળામાં અમે કુલ ડિપોઝિટ, RAM અને ચોખ્ખા નફામાં વધારો કર્યો છે. TMB અન્ય રાજ્યોમાં બેંકના પદચિહ્નને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અમારા બ્રાંડ નેમ ને આગળ વધારવા માં મદદ કરે છે. અમે અત્યાધુનિક ડિજિટલ ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યા છીએ જે અમને MSME ક્ષેત્રની સેવા અને સશક્તિકરણ કરવામાં મદદ કરે છે. જેમ અમે વિકાસના માર્ગ પર આગળ વધીયે છીએ તેમ, અમે અમારા ગ્રાહકો, શેરધારકો માટે ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે નવીનતાને અપનાવીને શ્રેષ્ઠતાની શોધમાં અડગ રહીએ છીએ, એમ તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકના MD સીઈઓ શ્રી એસ કૃષ્ણને જણાવ્યું હતું.
લાખો વપરાશકર્તાઓ એલોન મસ્કનું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X છોડીને જેક ડોર્સીના Bluesky પર ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી લાખો વપરાશકર્તાઓ Bluesky તરફ વળ્યા છે. જો કે તેનું બીજું કારણ પણ સામે આવ્યું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી કંપનીઓ દ્વારા દરરોજ અપડેટ કરવામાં આવે છે, નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.