ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સે 1 મિલિયન એપ ડાઉનલોડનું સીમાચિહ્ન સર કર્યું
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.
મુંબઈ : ભારતની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સે (ટાટા એઆઈએ) તેની કન્ઝ્યુમર એપે 1 મિલિયન ડાઉનલોડનો આંક વટાવ્યાની જાહેરાત કરી છે. આ સીમાચિહ્ન મોબાઇલ એપ, કન્ઝ્યુમર પોર્ટલ, વોટ્સએપ એનેબલ્ડ સર્વિસીઝ વગેરે સહિતના તેના ડિજિટલ સોલ્યુશન્સ પર ટાટા એઆઈએ ગ્રાહકોના વધી રહેલા વિશ્વાસ અને નિર્ભરતાનો વધુ એક પુરાવો છે. આ સોલ્યુશન્સ ડુ-ઇટ-યોરસેલ્ફ ફિલોસોફીને પ્રોત્સાહન આપે છે જે ટાટા એઆઈએ ગ્રાહકોને બ્રાન્ડ સાથે તેમની લાઇફ ઇન્શ્યોરન્સ સફરને મેનેજ કરવા માટે સુગમ અને સરળ માર્ગોનો અનુભવ કરવા માટે સશક્ત બનાવે છે.
આ અલ્ટ્રામોર્ડન એપ સાથે ગ્રાહકો ગમે તે સમયે ગમે ત્યાંથી તેમની ઇન્શ્યોરન્નસ પોલિસી મેનેજ કરી શકે છે. તેમણે બ્રાન્ચની મુલાકાત લેવાની કે પોલિસી ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ કરવાની જરૂર નથી કારણ કે તેમને જે જોઈએ છે તે બધું જ તેમની આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
આ એપ પ્રીમિયમ પેમેન્ટ્સ, ક્લેઇમ રિક્વેસ્ટના ટ્રેકિંગ, પોર્ટફોલિયો અપડેટ્સસ, સમ એશ્યોર્ડ, ફંડ વેલ્યુ, એનએવી વગેરે સહિતની 60થી વધુ સર્વિસીઝ સાતેય દિવસ, ચોવીસે કલાક પૂરી પાડે છે. તે ઇન્સ્ટન્ટ લોન જેવા ઉદ્યોગના સૌપ્રથમ ફીચર પણ ઓફર કરે છે જે વ્યવહારોની સરળતા વધારીને ગ્રાહકોનો અનુભવ વધાર છે. અન્ય એક સૌપ્રથમ પ્રકારના ફીચરમાં ઇન્સ્ટન્ટ કસ્ટમર સર્વિસનો સમાવેશ થાય છે જેમાં વ્યવહારો રિયલ ટાઇમમાં પૂરા થાય છે અને ગ્રાહકને તરત જ તેની જાણ કરાય છે.
સર્વિસ આધારિત સુવિધાઓ ઉપરાંત આ એપ 12થી વધુ હેલ્થ અને વેલનેસ સર્વિસીઝ પૂરા પાડે છે જે યુઝર્સમાં સર્વાંગી સુખાકારીને પ્રોત્સાહન આપે છે. આમાં આઉટપેશન્ટ કન્સલ્ટેશન્સ, ડાયગ્નોસ્ટિક્સ, વર્ચ્યુઅલ કે ઓનલાઇન કન્સલ્ટેશન્સ, ઇમર્જન્સી કેર, ઇમોશનલ વેલનેસ, ન્યૂટ્રીશન મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
કંપનીએ 22 નવેમ્બર, 2024ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવા જઈ રહેલા શેર સાથે ₹99.07 કરોડ એકત્ર કરવાનો છે.