તાતા કેપિટલે બ્રાન્ડ એમ્બેસેડર શુભમન ગિલ અભિનિત નવું કેમ્પેઈન ‘ખૂબસુરત ચિંતા’ લોન્ચ કર્યું
તાતા જૂથની ફ્લેગશિપ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની તાતા કેપિટલે તેના બ્રાન્ડ એમ્બેસેડર શુભમન ગિલને દર્શાવતું નવું કેમ્પેઈન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન એ સમજ પર આધારિત છે કે નાણાંકીય ચિંતાઓ ઘણીવાર કેન્દ્રસ્થાને હોય છે અને ગ્રાહકોને તેમના જીવનની અર્થપૂર્ણ અને મહત્વની ક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેનો આનંદ માણવા માટે ઓછો સમય મળે છે. કે
તાતા જૂથની ફ્લેગશિપ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની તાતા કેપિટલે તેના બ્રાન્ડ એમ્બેસેડર શુભમન ગિલને દર્શાવતું નવું કેમ્પેઈન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન એ સમજ પર આધારિત છે કે નાણાંકીય ચિંતાઓ ઘણીવાર કેન્દ્રસ્થાને હોય છે અને ગ્રાહકોને તેમના જીવનની અર્થપૂર્ણ અને મહત્વની ક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેનો આનંદ માણવા માટે ઓછો સમય મળે છે. કેમ્પેઈન ગ્રાહકોને તેમની તમામ નાણાંકીય ચિંતાઓ છોડી દઈને અને વધુ અર્થપૂર્ણ બાબતો (જેને તેઓ ‘ખૂબસુરત ચિંતા’ કહે છે) પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તાતા કેપિટલ પર આધાર રાખવા વિનંતી કરે છે. કેમ્પેઈન ભારતની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે જવાબદાર નાણાંકીય ભાગીદાર બનવાના બ્રાન્ડના હેતુને જીવંત કરશે.
આ કેમ્પેઈનમાં 5 ફિલ્મો, એક મુખ્ય બ્રાન્ડ ફિલ્મ અને 4 ટૂંકી પ્રોડક્ટ ફિલ્મોનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ ફિલ્મ શુભમનની પોતાની સફરને દર્શાવે છે જેમાં તેના પિતાએ તેની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું, જેનાથી તે તેના પોતાની ‘ખૂબસૂરત ચિંતા’ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે એટલે કે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાનું તેનું સ્વપ્ન પૂરું કરી શકે. ભાવનાત્મક રીતે દર્શાવાયેલું આ કેમ્પેઈન હૃદયસ્પર્શી વાર્તા દ્વારા પ્રગટ થાય છે, જેમાં શુભમનની સિદ્ધિઓ અને તેને સફળતાના માર્ગ પર માર્ગદર્શન આપવામાં તેના પિતાની ભૂમિકાને રજૂ કરવામાં આવે છે. તે તેના ગ્રાહકોને તેમના સપના અને આકાંક્ષાઓ હાંસલ કરવામાં સહાયક તરીકે તાતા કેપિટલના જેવી જ ભૂમિકા ધરાવે છે. ક્રિકેટની દુનિયામાં શુભમનની સફર તાતા કેપિટલની નાણાંકીય સેવા ક્ષેત્રની વૃદ્ધિની સફરને પણ દર્શાવે છે, જે જુસ્સો, કૌશલ્ય અને શ્રેષ્ઠતાની અવિરત શોધથી આગળ વધી છે.
આ ઉપરાંત, ચાર શોર્ટ પ્રોડક્ટ ફિલ્મો (ટુ-વ્હીલર લોન, હોમ લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન) તાતા કેપિટલ પાસેથી સરળ પ્રક્રિયા દ્વારા તાત્કાલિક લોન મેળવવાની થીમ આધારિત છે. આ ફિલ્મો પણ એ જ થીમ પર ચાલે છે જે ગ્રાહકોને સરળતાથી લોન આપીને ‘ખૂબસુરત ચિંતા’ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવે છે. આ કેમ્પેઈન 5થી 6 અઠવાડિયા સુધી ચાલશે અને ટીવી, આઉટ ઓફ હોમ, પ્રિન્ટ, સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર દેખાશે.
આ કેમ્પેઈન વિશે તાતા કેપિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર – ડિજિટલ અને માર્કેટિંગ સુશ્રી એબોન્ટી બેનર્જીએ જણાવ્યું હતું કે, “આ કેમ્પેઈનનો હેતુ તાતા કેપિટલને અમારા ગ્રાહકોની નાણાંકીય સફરને સરળ બનાવનાર તરીકે દર્શાવવાનો અને તેમને જીવનની સુંદર ક્ષણો પર ધ્યાન આપવા માટે સક્ષમ બનાવવાનો છે. ખૂબસૂરત ચિંતા એટલે એવી સુંદર ‘ચિંતા’ જેના વિશે વિચારીને આપણને આનંદ થાય છે, જેમ કે નવા ઘરના રંગો અથવા લગ્નનું સ્થળ. આ કેમ્પેઈન શુભમનની જીવનકથાનો એક પ્રતીક તરીકે ઉપયોગ કરે છે કે જ્યારે નાણાંકીય ચિંતાઓ દૂર થઈ જાય ત્યારે વ્યક્તિ જીવનમાં વધુ અર્થપૂર્ણ વસ્તુઓ પર કેવી રીતે ધ્યાન આપી શકે છે.”
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.