ટાટા કેમિકલ્સે સોમન નાયરના સન્માનમાં 22મી ઓખામંડળ સાઇક્લોથોનનું આયોજન કર્યું
ટાટા કેમિકલ્સ લિમિટેડે ઓળામંડળના રહેવાસીઓ અને ટાટા કેમિકલ્સના કર્મચારીઓ માટે શ્રી કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડળ સાઇક્લોથોનની 22મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સના ભૂપપૂર્વ કર્મચારી સ્વ. કે એસ સોમશેખરન નાયરને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલી અપાઇ હતી.
મીઠાપુર/ ઓખામંડળ : ટાટા કેમિકલ્સ લિમિટેડે ઓળામંડળના રહેવાસીઓ અને ટાટા કેમિકલ્સના કર્મચારીઓ માટે શ્રી કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડળ સાઇક્લોથોનની 22મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સના ભૂપપૂર્વ કર્મચારી સ્વ. કે એસ સોમશેખરન નાયરને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલી અપાઇ હતી. તેઓ પ્રેમથી સોમન નાયર તરીકે જાણીતા હતાં અને મીઠાપુર પ્લાન્ટમાં વર્ષ 1984થી 1987 સુધી એસ્ટેટ અને સિક્યુરિટી ઓફિસર તરીકે સેવા આપી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સુખાકારી અને સક્રિયજીવન શૈલીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો, જે સ્થાનિક સમુદાય વચ્ચે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની કંપનીની કટીબદ્ધતા દર્શાવે છે.
મીઠાપુરના વરિષ્ઠ નાગરિકે ઓળામંડળમાં સાઇક્લોથોજીને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં 141 સાઇકલ સવારોએ 42 કિમીના ટ્રેક ઉપર સ્પર્ધા કરી હતી. સાઇક્લોથોનમાં નોંધપાત્ર સહભાગીતો જોવા મળી હતી, જેમાં કુલ 310 લોકો સહભાગી થયાં હતાં અને તેમાં ટાટા કેમિકલ્સના 137 કર્મચારીઓ સામેલ હતાં. ભાવેશ સુમણિયાએ 1:28:04 સમયમાં રેસ પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો. પ્રતાપ માણેક પ્રથમ રનર-અપ અને ધર્મેન્દ્ર ઘેડિયા બીજા રનર-અપ બન્યાં હતાં.
ઇવેન્ટ દરમિયાન, ટાટા કેમિકલ્સ લિમિટેડના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર એન. કામથે જણાવ્યું હતું, “ટાટા કેમિકલ્સના ભૂતપૂર્વ કર્મચારી શ્રી કે એસ સોમશેખરન નાયર વર્ષો પછી પણ સ્થાનિક સમુદાય દ્વારા સન્માનિત છે. તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને ખંત માટે તેમને પ્રેમથી યાદ કરવામાં આવે છે. આ સાઇક્લોથોન દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયેલા લોકોને જોવું ખરેખર હૃદયસ્પર્શી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, વાર્ષિક ધોરણે આ કાર્યક્રમનું આયોજન કરવા માટેની મૂળભૂત પ્રેરણાઓમાંની એક સ્થાનિક લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે જાગૃતિ લાવવાનો છે. સમુદાય તરફથી અમને મળેલા સમર્થનની ખૂબ પ્રશંસા કરીએ છીએ, જેમણે આ કાર્યક્રમની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
સાઇક્લોથોનના વિજેતા ભાવેશ સુમાણિયાએ કહ્યું હતું કે, “શ્રી કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડળ સાઇક્લોથોનમાં ભાગ લેવો એ સન્માનની વાત છે. ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે સમુદાયને એકસાથે લાવવાની આ ઇવેન્ટ એક સરસ રીત છે. અમને આ તક આપવા અને આવા કાર્યક્રમોનું આયોજન કરવા બદલ અમે ટાટા કેમિકલ્સ લિમિટેડની ટીમના આભારી છીએ.”
ઈન્ડિગોએ ફરી એકવાર સ્પેશિયલ 'ગેટવે સેલ'ની જાહેરાત કરી છે. જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ પર મુસાફરોને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 25 ડિસેમ્બર 2024 સુધી ચાલશે.
કોઈન માર્કેટ કેપના ડેટા અનુસાર, ભારતમાં બિટકોઈનની કિંમત તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી લગભગ 12 લાખ રૂપિયા ઘટી ગઈ છે. માહિતી અનુસાર, 17 ડિસેમ્બરે બિટકોઈન 91,59,463 રૂપિયાની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો, જે ઘટીને 79,70,860 રૂપિયા થઈ ગયો હતો.
BSE, NSE 2025 માં રજાઓ BSE અને NSE એ 2025 માં શેરબજારની રજાઓની યાદી જાહેર કરી છે. 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ મહાશિવરાત્રિ નિમિત્તે પ્રથમ રજા નક્કી કરવામાં આવી છે.