તાતા પાવર કંપની બાદ એમેઝોન અને તાતા સ્ટીલ ભારતની સૌથી આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ્સ
એમ્પ્લોયર પસંદ કરતી વખતે વર્ક-લાઇફ બેલેન્સ એ સૌથી મહત્વપૂર્ણ ચાલકબળ તરીકે ચાલુ રહ્યું છે. પાછલા વર્ષોમાં તેનું સાપેક્ષ મહત્વ થોડું વધ્યું છે
તાતા પાવર કંપની ભારતની સૌથી ‘આકર્ષક એમ્પ્લોયર બ્રાન્ડ' તરીકે ઉભરી આવી છે, એમ રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (આરઈબીઆર) 2023ના તારણો દર્શાવે છે જે વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવતું વિશ્વમાં સૌથી વ્યાપક, સ્વતંત્ર અને ઊંડાણપૂર્વકનું એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ છે. રેન્ડસ્ટેડ ઈન્ડિયા એ દેશમાં એચઆર સેવા ઉદ્યોગમાં અગ્રણી સંસ્થાઓમાંની એક છે. તાતા પાવર કંપનીએ નાણાંકીય સ્થિતિ, સારી પ્રતિષ્ઠા અને કારકિર્દીની પ્રગતિની તકો પર ખૂબ જ ઊંચો સ્કોર મેળવ્યો છે. સર્વેક્ષણ મુજબ સંસ્થા માટે આ ટોચના 3 એમ્પ્લોઈ વેલ્યુ પ્રપોઝિશન (EVP) ડ્રાઇવર્સ છે, જેણે 2022માં બ્રાન્ડને 9મા ક્રમેથી વિજેતા સ્થાન મેળવવામાં મદદ કરી. એમેઝોન આ વર્ષે રેન્કિંગ ઉપર ચઢીને રનર-અપ તરીકે ઉભરી આવી હતી. ત્યારબાદ આરઈબીઆર 2023ની ટોચની 3 યાદીમાં બીજી નવી ઉમેરાયેલી કંપની છે તાતા સ્ટીલ જેણે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. બિગ બાસ્કેટ ઓનલાઈન મેગાસ્ટોર દેશમાં સૌથી આકર્ષક સ્ટાર્ટઅપ એમ્પ્લોયર બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે.
એમ્પ્લોયર બ્રાંડિંગ માટેના સાચા બેન્ચમાર્ક તરીકે મૂલ્યાંકન કરાયેલ રેન્ડસ્ટેડ ઈન્ડિયાના એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ રિપોર્ટ 2023 એ દેશના સતત બદલાતા રોજગાર લેન્ડસ્કેપમાં નવા ટ્રેન્ડ્સને ઉજાગર કર્યા છે. આરઈબીઆર રિપોર્ટ 23 સફળ વર્ષોથી વિશ્વભરની સંસ્થાઓ માટે તેમના એમ્પ્લોયર બ્રાન્ડને આકાર આપવા માટે એક બ્લુપ્રિન્ટ છે અને તે ભારતમાં આ વર્ષે 13મી એડિશન છે.
વિશ્વભરના 1.63 લાખથી વધુ ઉત્તરદાતાઓ પાસેથી ઇનસાઈટ લેતાં 32 બજારો અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના 75% ભાગને આવરી લેતા, અહેવાલ જણાવે છે કે વર્ક-લાઇફ બેલેન્સ, સારી પ્રતિષ્ઠા અને આકર્ષક પગાર અને લાભો એ એમ્પ્લોયર પસંદ કરતી વખતે ભારતીય કર્મચારીઓ માટે 3 સૌથી મહત્વપૂર્ણ ઈવીપી ડ્રાઇવર્સ છે. સારી પ્રતિષ્ઠાની જેમ વર્ક-લાઈફ બેલેન્સને આભારી મૂલ્ય પાછલા વર્ષોમાં સાપેક્ષ મહત્વમાં થોડું વધ્યું છે. સ્ત્રીઓ વર્ક-લાઈફ બેલેન્સ પર વધુ ભાર મૂકે છે. વધુમાં 49% ઉત્તરદાતાઓએ ઉલ્લેખ કર્યો છે કે તેઓ તેમના વર્ક-લાઈફ બેલેન્સને સુધારવા માટે તેમની વર્તમાન નોકરીમાંથી રાજીનામું આપવા તૈયાર છે અથવા પહેલેથી જ રાજીનામું આપી ચૂક્યા છે. આ સંશોધન એ હકીકત સાથે સીધી રીતે સંરેખિત થાય છે કે વર્ક-લાઇફ બેલેન્સ એ આજે આદર્શ એમ્પ્લોયર માટે સૌથી મહત્વપૂર્ણ ઈવીપી ડ્રાઇવર છે.
દસમાંથી નવ કર્મચારીઓ (91%) સંમત થાય છે કે જો કોઈ એમ્પ્લોયરને પૂરક આવક માટે વધારાની નોકરી/અસાઇનમેન્ટ લેવાની મંજૂરી આપવામાં આવે તો તે વધુ આકર્ષક છે. રસપ્રદ રીતે, બીજી નોકરી મેળવવાની ઈચ્છા એ પુરૂષો કરતાં સ્ત્રીઓમાં (92% વિ. 89%) પ્રમાણમાં મજબૂત છે, જે પ્રવર્તમાન જેન્ડર-પે ગેપનો સૂક્ષ્મ સંકેત છે. 25-34 વર્ષની વયજૂથના કર્મચારીઓમાં મૂનલાઇટ પ્રત્યેની ભાવના સૌથી વધુ મજબૂત છે અને તે પછી ધીમે ધીમે ઘટાડો દર્શાવે છે.
ભારતમાં કર્મચારીઓ નોન-મટિરિયલ લાભોને મટિરિયલ લાભો જેટલા જ મહત્વપૂર્ણ માને છે. પાંચમાંથી ચાર કર્મચારીઓ (82%) એક એમ્પ્લોયરને બીજા પર પસંદ કરતી વખતે નોન- મટિરિયલ લાભો ખૂબ જ મહત્વપૂર્ણ માને છે, જ્યારે મટિરિયલ લાભોને સહેજ વધારે (85%) રેટ કરવામાં આવે છે. સ્ત્રીઓએ પુરૂષો (79%) કરતાં નોન-મટિરિયલ લાભો (86%) પર વધુ મૂલ્ય મૂક્યું હતું. રસપ્રદ વાત એ છે કે ચારમાંથી ત્રણ કર્મચારીઓ (73%) તેમના મેનેજર અને/અથવા સહકર્મીઓ સાથે સારા સંબંધને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે જે તેને સૌથી વધુ રેટેડ નોન-મટીરિયલ લાભ બનાવે છે.
ભારતીય રોજગાર બજારમાં ઘણી હિલચાલ છે જ્યાં સર્વેક્ષણ કરાયેલા 30% કર્મચારીઓએ છેલ્લા 6 મહિનામાં નોકરીઓ બદલી નાખી છે અને 43% આગામી 6 મહિનામાં નોકરીદાતા બદલવાની યોજના ધરાવે છે. કારકિર્દીની પ્રગતિની તકોનો અભાવ એ કર્મચારીઓ માટે નોકરી છોડી દેવાનું ટોચનું કારણ છે અને આ જોબ માર્કેટમાં નોકરીદાતાઓને બદલવા માટે કર્મચારી માટે નિર્ણાયક પરિબળ હોઈ શકે છે.
વર્ષ 2022 (28%)ની તુલનામાં વર્ષ 2023 (29%)માં કર્મચારીઓમાં નોકરી ગુમાવવાનો ભય લગભગ સમાન છે. જેઓને આ ડર છે તેમાંથી 57% આગામી 6 મહિનામાં નોકરી બદલવાની ઇચ્છા ધરાવે છે. નોકરી ગુમાવવાનો ડર જેમણે નોકરી નથી બદલી (25%) તેના કરતાં એવા લોકોમાં વધુ છે જેમણે તાજેતરમાં (38%) નોકરી બદલી છે, જે દર્શાવે છે કે તાજેતરના નોકરીમાં જોડાનારાઓ તેમના નવા એમ્પ્લોયરમાં તેમની નોકરી વિશે હજુ પણ સુરક્ષિત અનુભવતા નથી. 10માંથી 5 કર્મચારીઓ (51%) તેમના ભૂતપૂર્વ એમ્પ્લોયર સાથે ફરીથી જોડાવાનું વિચારવા તૈયાર
છે, જેમાંથી 56% આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એક મહાન એમ્પ્લોયર બ્રાન્ડને માને છે.
1. તાતા પાવર કંપની
2. એમેઝોન
3. તાતા સ્ટીલ
4. તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ
5. માઇક્રોસોફ્ટ
6. સેમસંગ ઈન્ડિયા
7. ઇન્ફોસિસ
8. તાતા મોટર્સ
9. આઈબીએમ
10. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
આરઈબીઆર 2023 સર્વે પર એક નજર કરતાં રેન્ડસ્ટેડ ઇન્ડિયાના એમડી અને સીઈઓ શ્રી વિશ્વનાથ પી.એસે. જણાવ્યું હતું કે, “આજે વિશ્વભરની સંસ્થાઓ સમજે છે કે વ્યવસાયની સફળતા લોકો પર આધારિત છે અને માત્ર મૂડી પર આધારિત નથી અને ટેલેન્ટ કમ્યૂનિટી તેઓ કઈ બ્રાંડ સાથે કામ કરવા માંગે છે અને તેઓ લાંબા ગાળાના તેમના કાર્ય-જીવનની કલ્પના કેવી રીતે કરે છે તે અંગે અત્યંત સચેત બની રહી છે. રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (આરઈબીઆર) રિપોર્ટ એક આદર્શ એમ્પ્લોયરની ટેલેન્ટ પૂલની ધારણામાં ઊંડો અભ્યાસ કરે છે અને તે દર્શાવે છે કે ભારતમાં સંસ્થાઓને મુખ્ય વિશેષતાઓના આધારે કેવી રીતે જોવામાં આવે છે અને આ રીતે એમ્પ્લોયરો ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવા અંતરને ઓળખે છે.
આ વર્ષના તારણો સૂચવે છે કે બદલાતા સમયને લીધે અપેક્ષાઓ બદલાય છે. પ્રતિભા વધુને વધુ ગંભીર બની રહી છે - માત્ર નોકરી વિશે જ નહીં, પરંતુ લાંબા ગાળાની કારકિર્દીની પ્રગતિ અને નોકરીનો સંતોષ માટે પણ ગંભીર બની રહી છે જેનાથી તેઓ નોકરીદાતા સાથે સંકળાયેલા હોવાના નોન-મટિરિયલ લાભોનો આનંદ માણી શકે છે, સાથે સાથે કામ પરનો સ્પષ્ટ હેતુ જાણી શકે છે.
એમ્પ્લોયરોએ વાસ્તવિક લાગણીઓને સમજવા માટે તેમના કર્મચારીઓ સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને પગાર, વર્ક-લાઈફ બેલેન્સ, કારકિર્દીની પ્રગતિ અને અન્ય મહત્વપૂર્ણ ઈવીપી ડ્રાઈવર્સ પર તેઓ કેવું અનુભવે છે તેનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું જોઈએ. આ વર્ષના અહેવાલમાંનો ડેટા નિર્ણાયક આંતરદ્રષ્ટિની શ્રેણી પણ પ્રદાન કરે છે જેનો ઉપયોગ સંસ્થાઓની પ્રતિભા વ્યૂહરચનાઓ બનાવવા માટે થઈ શકે છે. વર્ષ 2022 કરતાં નોકરી બદલવાનો ઉદ્દેશ વધુ છે, જે એમ્પ્લોયરોને નાણાંકીય વળતર, ફ્લેક્સિબિલિટી અને અનુકૂળ કાર્ય વાતાવરણ અને કારકિર્દી વૃદ્ધિની પર્યાપ્ત તકોના તંદુરસ્ત સંયોજન સાથે સર્વગ્રાહી લાભ પેકેજ ઓફર કરવાની જરૂરિયાત દર્શાવે છે.
જો કે સમાવિષ્ટ પ્રથાઓ, ફ્લેક્સિબલ વર્ક અને પુનઃકુશળતાની તકોને સમાવતા તમામ ક્ષેત્રોમાં સંસ્થાઓની સંખ્યામાં વધારો જોવો એ સારી બાબત છે. વિશિષ્ટ પ્રતિભા માટેની સ્પર્ધા કામના ભવિષ્યમાં ચાલુ રહેવાની અપેક્ષા છે કારણ કે આવા લોકોની સંખ્યા ઓછી છે. કર્મચારીઓના મૂલ્યના પ્રસ્તાવને કર્મચારીઓની પસંદગીઓ સાથે સંરેખિત કરીને, નોકરીદાતાઓ ચુસ્ત શ્રમ બજારમાં સ્પર્ધાત્મક રહેવા માટે તૈયાર થશે અને મને આશા છે કે આરઈબીઆર રિપોર્ટ
2023 એ દિશામાં માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરશે એમ વિશ્વનાથે ઉમેર્યું હતું..
જ્યારે લેવલ્સ કોવિડ-19 રોગચાળાની ઊંચાઈએ 2021ના લેવલ્સથી દૂર છે ત્યારે હજી પણ બહુમતી દ્વારા રિમોટ વર્ક કરવામાં આવે છે. સર્વેક્ષણ કરાયેલા કર્મચારીઓમાંથી 40% અંશતઃ રિમોટલી અને 21% સંપૂર્ણપણે રિમોટલી રીતે કામ કરે છે. પાછલા ત્રણ વર્ષોમાં સંપૂર્ણ રિમોટ વર્કર્સનું જૂથ અડધા કરતાં વધુ ઘટી ગયું છે (2021માં 48%થી
2023માં 21%), જ્યારે આંશિક રિમોટ વર્કર્સની સંખ્યા 2021માં 36%થી વધીને 2023માં 40% થઈ ગઈ છે.
તમામ ક્ષેત્રોનું આકર્ષણ સમાન દરે વધી રહ્યું છે. ગયા વર્ષનું ટોચનું ક્ષેત્ર- આઈટી, આઈટી એનેબલ્ડ સર્વિસીઝ અને ટેલિકોમ આઉટલાયર છે કારણ કે તે પાછલા વર્ષમાં સ્થિર થઈ ગયા છે જેના કારણે તેમણે તેનું ટોચનું સ્થાન ગુમાવ્યું છે. ઓટોમોટિવ સેક્ટરે 2023 (77%)માં ટોચનું સ્થાન મેળવ્યું છે, ત્યારબાદ આઈટી, આઈટી એનેબલ્ડ સર્વિસીઝ અને ટેલિકોમ (76%) તથા એફએમસીજી, રિટેલ અને ઈ-કોમર્સ (75%) છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતના મુખ્ય ક્ષેત્રો આકર્ષકતામાં એકબીજાની ખૂબ નજીક છે અને આમ વિવિધ ક્ષેત્રો વચ્ચે કર્મચારીઓ માટે સ્પર્ધા વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
અહેવાલ એ પણ જણાવે છે કે 89% કર્મચારીઓ વ્યક્તિગત કારકિર્દીમાં વૃદ્ધિને મહત્વપૂર્ણ માને છે જ્યારે તમામ કર્મચારીઓમાંથી ત્રણ-ચતુર્થાંશ (74%) તેને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. વધુમાં, ભારતીય કર્મચારીઓ તેમના એમ્પ્લોયર તરફથી ડીએન્ડઆઈ સપોર્ટને ખૂબ મહત્વ આપે છે અને 3માંથી 1 કર્મચારીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેઓ એવી કંપની સાથે કામ કરવાને બદલે બેરોજગાર રહેવાનું પસંદ કરશે જે તેમના વ્યક્તિગત મૂલ્યો સાથે સુસંગત નથી.
આવકવેરા અધિનિયમની કલમ 10 (10D) હેઠળ, કોઈપણ વ્યક્તિ જીવન વીમા પૉલિસીના દાવા (સમ એશ્યોર્ડ અને બોનસ)માંથી મળેલી રકમ પર કર મુક્તિનો દાવો કરી શકે છે, પછી ભલે તે પાકતી મુદત પર મળે કે મૃત્યુ લાભ દ્વારા.
ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં દેશના સૌથી અમીર લોકોમાંના એક બેનુ ગોપાલ બાંગુર 19મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તે $6.7 બિલિયન (રૂ. 55000 કરોડથી વધુ) છે. તેઓ 1992 થી 2002 સુધી શ્રી સિમેન્ટના ચેરમેન હતા.