નેપાળની રિન્યૂએબલ એનર્જી પહેલોને વેગ આપવા ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ અને ડુગર પાવરે જોડાણ કર્યું
દેશની સૌથી મહત્વપૂર્ણ રિન્યૂએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડએ નેપાળમાં પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ ડુગર ગ્રૂપની પેટા કંપની ડુગર પાવર પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યાં છે. આ જોડાણ નેપાળમાં ઝડપથી વિકસતા રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ટીપીઆરઇએલનો વ્યૂહાત્મક પ્રવેશ સૂચવે છે તથા સ્થ ઉર્જાની દિશામાં નેપાળના પરિવર્તનને વેગ આપવા માટે એક મજબૂત આધારનું નિર્માણ કરે છે.
દેશની સૌથી મહત્વપૂર્ણ રિન્યૂએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)એ નેપાળમાં પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ ડુગર ગ્રૂપની પેટા કંપની ડુગર પાવર પ્રાઇવેટ લિમિટેડ (ડુગર પાવર) સાથે કરાર કર્યાં છે. આ જોડાણ નેપાળમાં ઝડપથી વિકસતા રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ટીપીઆરઇએલનો વ્યૂહાત્મક પ્રવેશ સૂચવે છે તથા સ્થ ઉર્જાની દિશામાં નેપાળના પરિવર્તનને વેગ આપવા માટે એક મજબૂત આધારનું નિર્માણ કરે છે.
ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓ પૈકીની એક ટાટા પાવર કંપની લિમિટેડની પેટા કંપની ટીપીઆરઇએલ છે. આ જોડાણ ડુગર પાવરને નેપાળમાં અદ્યતન ટકાઉ એનર્જી સોલ્યુશન્સને એકીકૃત કરવામાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરવા માટે સશક્ત બનાવે છે. આ ભાગીદારી ઓન અને ઓફ-ગ્રીડ એનર્જી સોલ્યુશન્સની શ્રેણીનું ઉત્પાદન કરવા માટે પરિવર્તનશીલ સૌર ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે સજ્જ છે.
અનુકૂલન ક્ષમતા માટે એન્જિનિયર્ડ આ સહયોગ પ્રદેશમાં ટકાઉ ઉર્જા માટે લાંબાગાળાની કટીબદ્ધતાના પ્રારંભને ચિહ્નિત કરે છે. આ કરાર નેપાળની વૈવિધ્યસભર ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યાં છે, જે 1 કિલોવોટથી મેગાવોટ સ્તરો સુધીના સોલ્યુશન્સ ઓફર કરે છે. તે ટીપીઆરઇએલ માટે નેપાળમાં સપ્લાય સેલ્સ અને મોડ્યુલ્સ, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) તથા ઓપરેશન્સ અને મેન્ટેનન્સ (ઓએન્ડએમ) સહિતની ઓફરિંગ્સને વૈવિધ્યસભર કરવાની નવી તકોનું સર્જન કરે છે.
ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડના સીઇઓ આશિષ ખન્નાએ કહ્યું હતું કે, “ડુગર પાવર સાથે આ ભાગીદારી નેપાળના એનર્જી લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે વ્યૂહાત્મક જોડાણ છે. અમે નેપાળના આશાસ્પદ રિન્યૂએબલ એનર્જી માર્કેટમાં પ્રવેશી રહ્યાં છીએ ત્યારે અમારો ઉદ્દેશ્ય પરિવર્તનકારી અસરો પેદા કરવાનો છે. બંન્ને કંપનીઓની સંયુક્ત કુશળતા અને સ્રોતો સાથે અમને આશા છે કે આ જોડાણ પ્રદેશમાં ટકાઉ ઉર્જા ટ્રાન્ઝિશન માટે સક્ષમ ઇકોસિસ્ટમની રચના કરશે.”
ડુગર પાવર પ્રાઇવેટ લિમિટેડના એમડી અભિષેક ડુગરે કહ્યું હતું કે, “ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ સાથેનું અમારું જોડાણ નેપાળના લાંબાગાળાના રિન્યૂએબલ એનર્જી અને એનર્જી સ્વનિર્ભરતાના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે વ્યૂહાત્મક બની રહેશે. અમારો સંયુક્ત ઉદ્દેશ્ય વ્યાપારિક હિતોથી આગળ વધીને નેપાળના દરેક ખૂણે સ્વચ્છ ઉર્જા પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા માટે કટીબદ્ધ હોવાનો છે. આ ભાગીદારી નેપાળને ટકાઉ ઉર્જાના ભવિષ્ય તરફ આગળ લઇ જવાની અમારા નિર્ધારનો પુરાવો છે.”
ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં અગ્રણી કંપની છે, જેણે વૈશ્વિક સ્તરે 3 ગિગાવોટના સેલ અને મોડ્યુલ્સ મોકલ્યાં છે. કંપનીએ નેધરલેન્ડમાં 3.411 એમડબલ્યુપી, યુએસએમાં 3.376 એમડબલ્યુપી જેવાં કેટલાંક ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા અને ઉપયોગિતાની દ્રષ્ટિએ મોટા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સનું સંચાલન કર્યું છે. ડુગર પાવર નેપાળના રિન્યૂએબલ એનર્જી લેન્ડસ્કેપમાં તેની વિશેષ કુશળતા સાથે આમાં ઉમેરો કરે છે. ભેગા મળીને તેઓ નેપાળમાં પરિવર્તનકારી એનર્જી સોલ્યુશન્સ માટે ક્ષમતા અને જોડાણ પેદા કરે છે.
આ ભાગીદારી પરંપરાગત બિઝનેસ સહયોગથી આગળ વધે છે, તે નેપાળના રિન્યૂએબલ એનર્જી સેક્ટરને પુનઃઆકાર આપવાના વ્યૂહાત્મક ઉદ્દેશ સાથે તે એક સ્વપ્નદ્રષ્ટા પ્રયાસ છે. ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ અને ડુગર પાવર પ્રા. લિમિટેડ નેપાળના એનર્જી લેન્ડસ્કેપને નવીન ઊંચાઈ સુધી પહોંચાડવા વ્યૂહાત્મક રીતે સ્થિત છે.
નિર્મલા સીતારમણ જેસલમેરમાં 55મી GST કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરે છે, જેમાં આરોગ્ય અને જીવન વીમા માટે GST દરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અંદર કી અપડેટ્સ.
RBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો અને નાણાકીય સ્થિરતા પર તેની અસરને હાઈલાઈટ કરીને, અતિશય લોકશાહી ખર્ચ સામે ભારતીય રાજ્યોને ચેતવણી આપે છે. મુખ્ય આંતરદૃષ્ટિ અને ઉકેલો શોધો.
લખનૌ, શ્રાવસ્તી એરપોર્ટ, NH-27 અને ભારત-નેપાળ સરહદને જોડતો આ સુધારેલ હાઇવે મુસાફરીનો સમય ઘટાડવા અને સમગ્ર ઉત્તર ભારતમાં વેપારને વેગ આપવા માટે સુયોજિત છે. તે આર્થિક તકો પણ ખોલશે અને પ્રદેશમાં ઉદ્યોગો, પર્યટન અને વેપારને પ્રોત્સાહન આપશે.