ટાટા પાવરે દીપેશ નંદાને રિન્યુએબલ્સના પ્રેસિડેન્ટ અને TPRELના સીઈઓ અને એમડી પદે નિયુક્ત કર્યા
દેશની સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવરે આજે શ્રી દિપેશ નંદાને રિન્યુએબલ્સ સેગમેન્ટના પ્રેસિડન્ટ અને ટાટા પાવરની પેટા કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL)ના સીઈઓ અને એમડી પદે નિમણૂકની જાહેરાત કરી છે.
મુંબઈ : દેશની સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવરે આજે શ્રી દિપેશ નંદાને રિન્યુએબલ્સ સેગમેન્ટના પ્રેસિડન્ટ અને ટાટા પાવરની પેટા કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL)ના સીઈઓ અને એમડી પદે નિમણૂકની જાહેરાત કરી છે. જે 1 નવેમ્બર, 2023થી આ પદે કાર્યભાર સંભાળશે.
એનર્જી સેક્ટરના લીડર શ્રી નંદા GE, ફ્લોસર્વ અને Tyco જેવી કંપનીઓમાં 28 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. નંદા GE ગેસ પાવરમાંથી ટાટા પાવરમાં જોડાયા છે, જ્યાં તેઓ દક્ષિણ એશિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા, ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, મોરેશિયસ અને નેપાળમાં કામગીરીની દેખરેખ રાખતા હતા. તેઓ એશિયા માટે જીઈના એરો-ડેરિવેટિવ ગેસ ટર્બાઈન બિઝનેસ સેગમેન્ટના પ્રેસિડન્ટ અને સીઈઓ પણ હતા. અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ અને પ્રોડક્શન એન્જિનિયરિંગમાં સ્નાતક શ્રી નંદાએ ઓપન યુનિવર્સિટી બિઝનેસ સ્કૂલ, મિલ્ટન કેન્સ, યુકેમાંથી એમબીએ કર્યું છે. GE ક્રોટોનવિલે ખાતે તેઓ લીડરશીપનો બહોળો અનુભવ ધરાવે છે.
શ્રી નંદા નવી ભૂમિકામાં ટાટા પાવરના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોના ગ્રોથ અને નફાકારકતાને આગળ વધારવા જવાબદાર બનશે, જેમાં સૌર, પવન, હાઇબ્રિડ અને B2C ગ્રીન એનર્જી સોલ્યુશન્સ સમાવિષ્ટ છે. તે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પહેલનું પણ નેતૃત્વ કરશે.
નિમણૂક અંગે ટાટા પાવરના સીઈઓ અને એમડી ડૉ. પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે, “અમે ટાટા પાવર પરિવારમાં દીપેશ નંદાનું સ્વાગત કરીએ છીએ. તેમની આકર્ષક કારકિર્દી અને ઉત્કૃષ્ટતા પ્રદાન કરવાનો ટ્રેક રેકોર્ડ અમારી કંપની માટે મૂલ્યવાન સંપત્તિ છે કારણ કે અમે રિન્યુએબલ એનર્જી ડોમેનમાં નેતૃત્વ તરફના અમારા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. તેમની નિપુણતા અને વિઝન સાથે અમે સૌથી વધુ પસંદગીની અને વિશ્વસનીય ગ્રીન એનર્જી સોલ્યુશન્સ કંપની તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ."
ટાટા પાવર ખાતે લીડરશિપમાં ફેરફાર એ વિવિધ વ્યાપાર અને વૃદ્ધિના ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેમાં ટાટા પાવરના અનુભવી શ્રી આશિષ ખન્ના પ્રેસિડન્ટ તરીકે જનરેશન બિઝનેસ ક્લ્સ્ટરના મહત્વપૂર્ણ ભાગ બનશે. જેમાં ભારત અને વિદેશમાં સ્થિત હાઈડ્રો અને થર્મલ પ્લાન્ટ્સ સિવાય કંપનીના આગામી હાઇડ્રો સ્ટોરેજ પ્લાન્ટ્સ, હાઇડ્રો પ્લાન્ટ્સ અને અન્ય નવી પહેલોનું નેતૃત્વ કરશે.
ટાટા પાવર સોલર અને રિન્યુએબલ્સ બિઝનેસના વર્તમાન સ્તરે અને દેશની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓમાંની એક તરીકેની વૃદ્ધિમાં મહત્વની ભૂમિકાને સ્વીકારતા શ્રી ખન્નાનો આભાર વ્યક્ત કરતાં ડૉ. સિંહાએ કહ્યું, “છેલ્લા સાત વર્ષોમાં અમારા રિન્યુએબલ એનર્જી બિઝનેસના ગ્રોથ અને સફળતામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે હું આશિષ ખન્નાને આભાર માનું છું. તેમના નેતૃત્વ હેઠળ, TPREL દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપનીઓમાંની એક બની છે, જેમાં 4 GWથી વધુ કાર્યક્ષમતા અને અન્ય 3 GW નિર્માણાધીન પ્રોજેક્ટ્સનો પોર્ટફોલિયો છે. મને વિશ્વાસ છે કે તે અમારા જનરેશન બિઝનેસમાં તેમની નવી ભૂમિકા અમને સફળતાના માર્ગે આગળ વધારશે.”
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.