ટાટાની જાહેરાત : 19 મીએ દેશની પ્રથમ 2 સિલિન્ડરની CNG કાર લોન્ચ થશે
ટાટા આ અઠવાડિયાના અંતમાં Altroz iCNG હેચબેક લોન્ચ કરવા જઈ રહી છે
મુંબઈ : Tata Motors દેશની પ્રથમ 2 સિલિન્ડર CNG કાર લોન્ચ કરવા જઈ રહી છે. કારની ખાસ વાત તો આ છે કે કિટ લગાવ્યા બાદ સામાન રાખવા માટે ઘણી જગ્યા બચી જશે. ટાટાના આ નિર્ણયથી કાર કંપની મારુતિ અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે.
Tata Motors એ જાહેરાત કરી જણાવ્યુ છે કે તે આ અઠવાડિયાના અંતમાં Altroz iCNG હેચબેક લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીના કાર નિર્માતાએ કહ્યું કે અલ્ટ્રોઝનું સીએનજી વર્ઝન જે આ વર્ષે જાન્યુઆરીમાં ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જેને હવે 19 એપ્રિલે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. અલ્ટ્રોઝ પ્રીમિયમ હેચબેક કાર ટાટા તરફથી આવનાર ત્રીજી CNG કાર હશે. આના પછી, કાર નિર્માતા ટૂંક સમયમાં તેની સૌથી નાની SUV પંચનું CNG વર્ઝન લોન્ચ કરશે. CNG મૉડલની કિંમત પેટ્રોલ મૉડલ કરતાં એક લાખ રૂપિયા સુધી વધુ હોઈ શકે છે. જ્યારે લોન્ચ કરવામાં આવશે, ત્યારે તે બલેનો CNG અને Glanza CNG જેવા મોડલ્સને ટક્કર આપશે.
Tata Altroz CNG વર્ઝન હાલમાં વેચાતા મોડલથી અલગ નહીં હોય. જો કે, એક વસ્તુ જે ટાટા અલ્ટ્રોઝને અલગ બનાવશે તે છે ટાટાની ટ્વીન-સિલિન્ડર CNG ટેક્નોલોજી, જે કિટ અપ હોવા છતાં પણ કારની બૂટ સ્પેસમાં વધુ સામાનની જગ્યા આપશે. તે દેશની પ્રથમ CNG કાર હશે જે બે સિલિન્ડર સાથે આવશે. ટાટા મોટર્સે બે નાની સીએનજી ટેન્કને સમાવવા માટે સ્પેર વ્હીલ દૂર કર્યા છે.
આ જ ટેકનિક પંચમાં પણ જોવા મળશે
પંચ એસયુવીના આગામી સીએનજી વર્ઝનમાં પણ આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. CNG કિટને નીચી અને સપાટ સપાટી પર રાખવામાં આવે છે. ટિયાગો અને ટિગોર જેવા અગાઉના સીએનજી મોડલ્સમાં પરંપરાગત સીએનજી સિલિન્ડરો બૂટ સ્પેસની અંદર મૂકવામાં આવતા હતા, જેમાં લગભગ કોઈ સામાનની જગ્યા રહેતી નથી.
કારમાં પાવરફુલ એન્જિન મળશે
Tata Motors Altroz CNG ને 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરશે, જે Tiago અને Tigor CNG વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલું આ એન્જિન ICNG મોડમાં 73 bhp પાવર અને 95 Nm ટોર્ક જનરેટ કરશે. CNG કિટ વિના, એન્જિન 84.82 bhp પાવર અને 113 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.