ટર્મ ઈન્સ્યોરન્સ : એનઆરઆઈઓની નાણાકીય વ્યૂહરચના માટે એક બુદ્ધિશાળી વિકલ્પ
જીવનની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં વ્યક્તિઓ સારી રીતે વિચારપૂર્વક નાણાકીય આયોજન ના કર્યું હોય તો અનિશ્ચિત નાણાકીય સંજોગોમાં સપડાઈ શકે છે. તાજેતરની વૈશ્વિક ઘટનાઓ આ હકીકતનો સ્પષ્ટ પુરાવો આપે છે, જેમાં વિનાશક કોરોના મહામારીનો સમાવેશ થાય છે, જેણે અસંખ્ય લોકોના જીવનનો ભોગ લીધો અને નાણાકીય અસ્થિરતા પેદા કરી હતી. આ બાબત નાણાકીય આયોજનના ક્ષેત્રમાં વીમાની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડે છે.
જીવનની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં વ્યક્તિઓ સારી રીતે વિચારપૂર્વક નાણાકીય આયોજન ના કર્યું હોય તો અનિશ્ચિત નાણાકીય સંજોગોમાં સપડાઈ શકે છે. તાજેતરની વૈશ્વિક ઘટનાઓ આ હકીકતનો સ્પષ્ટ પુરાવો આપે છે, જેમાં વિનાશક કોરોના મહામારીનો સમાવેશ થાય છે, જેણે અસંખ્ય લોકોના જીવનનો ભોગ લીધો અને નાણાકીય અસ્થિરતા પેદા કરી હતી. આ બાબત નાણાકીય આયોજનના ક્ષેત્રમાં વીમાની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડે છે.
આવા અશાંત સમયમાં એક વ્યાપક ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી મજબૂત નાણાકીય સુરક્ષા તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તે માત્ર રક્ષણ જ પૂરું નથી પાડતી પરંતુ પરિવારજનો અનપેક્ષિત સંજોગોમાં સંભવિત વિનાશક નાણાકીય પરીણામોથી સુરક્ષિત છે તેવી માનસિક શાંત પણ પૂરી પાડે છે.આ બાબતસતત પરિવર્તનકારી અને અનપેક્ષિત જીવન વચ્ચે વ્યક્તિનું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત કરવામાં ટર્મ ઈન્સ્યોરન્સની પરિવર્તનકારી સંભાવનાઓના મહત્વ પર ભાર મૂકે છે.
પોલિસીબજાર.કોમમાં ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સના વડા ઋષભ ગર્ગે બીન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) માટે ટર્મ ઈન્સ્યોરન્સની ખરીદીના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. એનઆરઆઈ પરિવારજનોને વધુ સારું જીવન પૂરું પાડવા પોતાનું વતન છોડીને અન્ય દેશમાં જાય છે. જોકે, ભારતમાં એક ટર્મ પ્લાનમાં રોકાણ એનઆરઆઈને તેમના નાણાકીય જોખમોના અસરકારક સંચાલન કરવા અને તેમની ગેરહાજરીમાં પણ પરિવારજનોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા સક્ષમ બનાવે છે.
ગર્ગ એનઆરઆઈને સામાન્ય કાર્યપદ્ધતિ તરીકે ભારતમાંથી ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવાની સલાહ આપે છે. ભારતમાં ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી વધુ વ્યાપક કવરેજ પૂરું પાડે છે અને અન્ય દેશોમાં ઉપલબ્ધ પોલિસીઓની સરખામણીમાં તે વધુ સસ્તી પણ હોય છે.અહીં વિશેષરૂપે વિકસિત રાષ્ટ્રોમાં રહેતા એનઆરઆઈ માટે ખર્ચમાં અસમાનતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણરૂપે જોઈએ તો યુએઈ અથવા સિંગાપોરમાંથી ખરીદવામાં આવેલો ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન ભારતમાં સમાન પ્લાનની સરખામણીમાં 40થી 50 ટકા જેટલો મોંઘો હોઈ શકે છે.
વધારામાં, હવે ભારતમાંથી ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદી પર એનઆરઆઈ માટે વિશેષ લાભ ઉમેરવામાં આવ્યા છે. : જેમકે, તેઓ તેમની ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી પર 18 ટકા જીએસટી રીફન્ડ મેળવવાને પાત્ર છે. અગાઉ એનઆરઆઈ વીડિયો મેડિકલ જરૂરિયાતો સાથે 3 કરોડના ટર્મ પ્લાન માટે પાત્ર હતા, પરંતુ આ રકમ લંબાવવામાં આવી છે, જેથી તેઓ 5 કરોડ સુધીનો ટર્મ પ્લાન ખરીદી શકે છે.
એનઆરઆઈએ ભારતમાંથી ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવાનું અન્ય એક કારણ વિકલ્પોની વ્યાપક ઉપલબ્ધતા છે. ભારતીય વીમા કંપનીઓ વિવિધ જરૂરિયાતો અને બજેટને અનુરૂપ પોલિસીઓના વ્યાપક વિકલ્પો ઓફર કરે છે. તેનો અર્થ એ છે કે એનઆરઆઈ તેમના વ્યક્તિગત સંજોગોને અનુરૂપ અને તેમને પરવડી શકે તેવી કિંમતે તેમની જરૂરિયાત મુજબનું કવરેજ પૂરું પાડતી હોય તેવી શ્રેષ્ઠ પોલિસીની પસંદગી કરી શકે છે. વધુમાં એનઆરઆઈની ભારતમાં ગંભીર બીમારીઓ અથવા તબીબી સારવાર માટે કવરેજ જેવી ચોક્કસ વીમા જરૂરિયાતો હોઈ શકે છે, જે ભારતીય વીમા કંપનીની પોલિસી મારફત વધુ સારી રીતે પૂરી થઈ શકે છે. આવા કિસ્સામાં ભારતીય વીમા કંપની પાસેથી ખરીદવામાં આવેલી પોલિસી એનઆરઆઈને વધુ પરવડે તેવી કિંમતે તેમને જરૂરી કવરેજ પૂરું પાડી શકે છે.
આ યોજનાઓ યજમાન દેશમાં તેમના નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવાયેલી વીમા યોજનાઓથી વિપરિતવિશેષરૂપે એવા લાભો અને વિશેષતાઓ સાથે ડિઝાઈન કરવામાં આવી છે જે ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરે છે. તેથી તે ખાસ કરીને એવા એનઆરઆઈ કે જેમના પરિવારજનો ભારતમાં રહે છે તેમના માટે વધુ અર્થપૂર્ણ બને છે.
કેટલીક વીમા કંપનીઓ હવે ભારતમાં તેમના કવરેજના ભાગરૂપે એનઆરઆઈ માટે ટેલી-મેડિકલ ચેકઅપની સુવિધા ઓફર કરે છે. ટેલી-મેડિકલ ચેકઅપ વ્યક્તિને દૂર બેઠા વોઈસ અથવા વીડિયો કોલથી તબીબી સારવાર અને સલાહ મેળવવા સક્ષમ બનાવે છે. આ બાબત વિશેષરૂપે ભારત બહાર રહેતા અને વ્યક્તિગત તબીબી સારવાર સરળતાથી ઉપલબ્ધ ના હોય તેવા એનઆરઆઈ માટે લાભદાયક છે. આ સુવિધા ચેક-અપ માટે હોસ્પિટલની મુલાકાત લેવા ભારતનો પ્રવાસ કરવાની જરૂરિયાત દૂર કરીને એનઆરઆઈનો સમય અને નાણાં બચાવી શકે છે.
એકંદરે ભારતમાંથી વીમાની ખરીદી એનઆરઆઈને સ્પર્ધાત્મક કિંમતે જરૂરી નાણાકીય સંરક્ષણ પૂરું પાડી શકે છે. ડિજિટલ ટેક્નોલોજીસ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ ગઈ છે ત્યારે દુનિયાના કોઈપણ ખૂણેથી ઓનલાઈન ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી શક્ય બની છે. તેથી એનઆરઆઈએ ભારતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે તેમના આગામી પ્રવાસ સુધી રાહ જોવાની જરૂર નથી.
ભારતીય સમય મુજબ, સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીઓએ આજે સવારે લગભગ 10 વાગ્યે તેમની યાત્રા શરૂ કરી. શક્ય છે કે તે કાલે સવારે 3:30 વાગ્યા સુધીમાં અમેરિકાના ફ્લોરિડા પહોંચશે. સુનિતાના પાછા ફરતા પહેલા, અવકાશ મિશનમાં થતા જીવલેણ અકસ્માતોની સંપૂર્ણ યાદી જણાવીએ.
મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવા માટે, મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય, ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ અને ચૂંટણી પંચના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મતદાર ID ને આધાર સાથે લિંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે, બંધારણની કલમ 326 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમોનો નિર્દેશ લેવામાં આવ્યો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે મોટાભાગના ભારતીયો લાંબા ગાળાના રોકાણકારો છે. તેમણે કહ્યું કે ૧૧ કરોડ બજાર સહભાગીઓમાંથી, ફક્ત ૨ ટકા લોકો ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) માં સક્રિય રીતે વેપાર કરે છે.