પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકી હુમલો, 11 લોકોના મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક આતંકવાદી હુમલો થયો જેમાં 9 બસ મુસાફરો સહિત ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોએ શુક્રવારે નોશકી જિલ્લામાં એક હાઇવે પર બસ રોકી હતી અને પછી બંદૂકની અણીએ નવ માણસોનું અપહરણ કર્યું હતું.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાંથી આતંકી હુમલાના મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બલૂચિસ્તાનમાં એક આતંકી હુમલો થયો હતો જેમાં બસના 9 મુસાફરો સહિત ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા.
પોલીસે શનિવારે જણાવ્યું હતું કે હુમલાખોરોએ પહેલા શુક્રવારે નોશકી જિલ્લામાં એક હાઇવે પર બસ રોકી હતી અને પછી બંદૂકની અણીએ નવ માણસોનું અપહરણ કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, નવ માણસોના મૃતદેહ પાછળથી નજીકના પહાડી વિસ્તારમાં પુલ પાસે મળી આવ્યા હતા અને તેમના શરીર પર ગોળીઓના છિદ્રો મળી આવ્યા હતા.
ઘટના વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે આ બસ ક્વેટાથી તફ્તાન જઈ રહી હતી ત્યારે હુમલાખોરોએ બસને રોકી અને મુસાફરોની ઓળખ કર્યા બાદ નવ માણસોનું અપહરણ કરીને તેમને પર્વતીય વિસ્તારોમાં લઈ ગયા. અગાઉ પણ આ જ હાઈવે પર એક અન્ય ઘટનામાં એક કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે મુસાફરોના મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા.
આ ઘટના પર બોલતા બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ કહ્યું કે નોશ્કી હાઈવે પર 11 લોકોની હત્યામાં સામેલ આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં અને તેમને જલ્દી જ પકડી લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ આતંકવાદીઓનો ઉદ્દેશ્ય બલૂચિસ્તાનની શાંતિને ખલેલ પહોંચાડવાનો છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં મૃતકોના પરિવારની સાથે છે.
જો કે હજુ સુધી કોઈ પ્રતિબંધિત સંગઠને આ હત્યાઓની જવાબદારી લીધી નથી, પરંતુ આ વર્ષે તાજેતરના અઠવાડિયામાં પ્રતિબંધિત સંગઠનો અને આતંકવાદીઓ દ્વારા આતંકી હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં અપરાધ ઝડપથી વધી રહ્યો છે, આ પહેલા પણ ટીવી 9એ તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે હિન્દુઓ પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરી રહ્યા છે. આ સિવાય પણ એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જે પાકિસ્તાનમાં થઈ રહેલા અત્યાચાર પર પ્રકાશ ફેંકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કેમ્પેઈન મેનેજર સુઝી વાઈલ્સને યુએસ ઈતિહાસમાં પ્રથમ મહિલા ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. વાઈલ્સ, જેમણે તેમના ચૂંટણી પ્રચારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી
2024 યુએસ પ્રમુખપદની ચૂંટણીના નવીનતમ અપડેટમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 120 ઇલેક્ટોરલ કૉલેજ મત મેળવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ કમલા હેરિસને 99 મત મળ્યા છે
બિગ બોસ ઓટીટી 3માં તેના દેખાવ માટે જાણીતી સના સુલ્તાને તાજેતરમાં સાઉદી અરેબિયામાં લગ્ન કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. તેણીના નિકાહ સમારોહના ચિત્રો વાયરલ થયા છે