પુલવામામાં આતંકીઓએ એક પરપ્રાંતિય મજૂરની હત્યા કરી
છેલ્લા 24 કલાકમાં પુલવામામાં આ બીજો આતંકી હુમલો હતો. ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાનીને રવિવારે ઈદગાહ વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે ત્રણ ગોળી વાગી હતી.
કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ એક પરપ્રાંતિય મજૂરની હત્યા કરી નાખી છે. નૌપારા વિસ્તારમાં આતંકીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો. મૃતકનું નામ મુકેશ હોવાનું અને તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું કહેવાય છે.
પોલીસે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે ઉત્તર પ્રદેશના એક પરપ્રાંતિય કામદારની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં પુલવામામાં આ બીજો આતંકી હુમલો હતો. ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાનીને રવિવારે ઈદગાહ વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે ત્રણ ગોળી વાગી હતી.
હુમલા બાદ સુરક્ષા દળોએ પુલવામા અને જમ્મુ-કાશ્મીરના અન્ય ભાગોમાં વાહનો અને રાહદારીઓનું ચેકિંગ વધારી દીધું છે. શ્રીનગરના તમામ મુખ્ય આંતરછેદો તેમજ શહેરની બહારના રસ્તાઓ પર મોબાઈલ વાહન ચેકપોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.
પુષ્પા-2ના સેટ પરથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અલ્લુ અર્જુન તેના પાત્ર પુષ્પા માટે મેકઅપ કરાવતો જોવા મળી રહ્યો છે. કલાકો વિતાવ્યા બાદ અડધા ડઝન લોકોએ મળીને પુષ્પાનો લુક તૈયાર કર્યો.
બોલિવૂડ સિંગર અરમાન મલિકે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે નવા વર્ષ પર લગ્ન કર્યા છે. આ દંપતીએ તેમના આનંદી લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી
શાહિદ કપૂરની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ દેવાના મોશન પોસ્ટરનું બુધવારે અનાવરણ કરવામાં આવ્યું હતું