Tesla India News : ટેસ્લાની ભારતમાં આવવા માટે પીચ તૈયાર! લક્ઝરી ઇલેક્ટ્રિક કાર સસ્તી થશે?
Import Duty on Electric Vehicles : એક અધિકારીએ જણાવ્યું હતું કે બેઠકમાં સામાન્ય નીતિ સંબંધિત ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારતમાં ટેસ્લાના પ્રસ્તાવિત રોકાણની મંજૂરીને ઝડપી બનાવવાની વાત થઈ હતી.
Electric Vehicle Policy : ભારત સરકાર એલોન મસ્કની ટેસ્લાને દેશમાં એન્ટ્રી આપવા માટે ઝડપથી કામ કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જાન્યુઆરી 2024 સુધીમાં સરકાર ટેસ્લા ભારતમાં આવતા અવરોધોને દૂર કરવામાં સફળ થશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ તાજેતરમાં જ પીએમઓ દ્વારા એક બેઠક યોજાઈ હતી. જેમાં ઈલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન ટેસ્લાને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બેઠકમાં સામાન્ય નીતિ સંબંધિત ચર્ચાઓ થઈ. આ દરમિયાન ભારતમાં ટેસ્લાના પ્રસ્તાવિત રોકાણની મંજૂરીને ઝડપી બનાવવાની વાત થઈ હતી.
જૂન મહિનામાં અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેસ્લાના માલિક ઈલોન મસ્ક વચ્ચે મુલાકાત થઈ હતી. આ પછી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારે ઉદ્યોગ અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વચ્ચે ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનને લઈને વાતચીત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારત તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. ટેસ્લાના અધિકારીઓ ભારતમાં કાર અને બેટરી ઉત્પાદન સુવિધાઓ શરૂ કરવા અંગે ભારત સરકાર સાથે પણ વાતચીત કરી રહ્યા છે. ટેસ્લાએ ભારતમાં સપ્લાય ચેક ઈકોસિસ્ટમ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
અન્ય એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે ટેસ્લા સાથે દેશમાં તેની મેન્યુફેક્ચરિંગ યોજના અંગેના કોઈપણ મતભેદોને ઉકેલવાની જવાબદારી સરકારી વિભાગોને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટેસ્લા ભારતમાં આવવાના માર્ગમાં ઈમ્પોર્ટ ડ્યૂટી એક મોટો મુદ્દો બનીને રહી ગયો છે. ટેસ્લા તરફથી સંપૂર્ણ ઉત્પાદિત ઇલેક્ટ્રિક કાર પરની આયાત ડ્યૂટી ઘટાડીને 40 ટકા કરવાની માંગ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 40,000 ડોલરથી ઓછી કિંમતની કાર પર 60 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. તેનાથી ઉપર ઈલેક્ટ્રિક કાર પર 100 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી છે.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.