આણંદમાં સરદાર પટેલ યુનિ.નો ૬૬મો પદવીદાન સમારોહ અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને ઈમાનદારી,કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં યોગદાન આપવા જણાવ્યું હતું.
આણંદ : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને ઈમાનદારી,કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં યોગદાન આપવા જણાવ્યું હતું.રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, આઝાદીના વર્ષો બાદ સમયને અનુકૂળ નવી શિક્ષણ નીતિ દ્વારા ભાવિ પેઢીને કૌશલ્યલક્ષી બનાવવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રીએ કર્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે કોલેજો, યુનિવર્સિટીઓ અને યુવાનો સમર્પણ ભાવ અને પરિશ્રમથી સહયોગ આપી દેશના ભાગ્ય, દિશા, દશા બદલવા પ્રતિબધ્ધ બને તે જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસ સાથે ખોવાયેલું સ્વાભિમાન પ્રાપ્ત કરી રહ્યો છે.
આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ૧૦૬ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો એનાયત કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે નવપદવી ધારકોને જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ નિર્ધારીત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે યુવાનો ભારતનું ભવિષ્ય છે, ત્યારે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વોઇસ ઓફ યુથ, ચોઇસ ઓફ યુથ, પાવર ઓફ યુથ અને એસ્પિરેશન ઓફ યુથની નીતિ અપનાવી યુવાનો માટે અનેક ક્ષિતિજો ખુલ્લી મૂકી છે.
તેમણે ઉમેર્યું કે, નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્વના તત્વોનો સંગમ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને સ્ટ્રીમલેસ અને ક્લાસલેસ બનાવવાની સાથે તેમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને આઝાદીના અમૃતકાળમાં પરિશ્રમ અને વિઝન સાથે નવા ભારતની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાને સાકાર કરવા હાંકલ કરી હતી. આઝાદીના અમૃતકાળમાં દેશનું નેતૃત્વ યુવાઓના હાથમાં હશે, ત્યારે તેમણે જીવનમાં ભારત પ્રથમ અને વિશ્વમાં તમામ ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હશે તે માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.
સામાન્ય ઠંડીની શરૂઆત થયા વિના નવેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે
કોંગ્રેસના ગનીબેન ઠાકોરના રાજીનામાને પગલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે