કામધેનુ યુનીવર્સીટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાશે
GNLU-ગાંધીનગર ખાતે ૫ જૂનના રોજ યોજાનાર પદવીદાન સમારોહમાં ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે
ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કામધેનુ યુનીવર્સીટી-ગાંધીનગરનો નવમો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી તા. ૫ જૂન, ૨૦૨૩ના રોજ ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી-ગાંધીનગર ખાતે યોજાશે.
આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા અને ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન અને આશીર્વચન આપશે.
આ પદવીદાન સમારોહમાં કામધેનુ યુનીવર્સીટીની વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા સ્નાતક કક્ષાના ૪૯૯, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ અને પી.એચ.ડી.ના ૨૬ વિદ્યાર્થીઓને મળી કુલ ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
આ ઉપરાંત સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા ૧૨૧ અને અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ આપી, તેમજ ૧૪ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.
ઉંચા તાપમાન અને ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પણ અનુભવાયો હતો
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.