દેડીયાપાડા તાલુકામાં ડાકણનો વ્હેમ રાખી મહિલાને ત્રાસ આપવાના કેસમાં અભયમ ટીમે સમાધાન કરાવ્યું
મહિલાએ આખરે કંટાળીને 181 અભયમની મદદ માંગતા 181 અભયમના કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે એ ગામના મોટા ભાગના લોકો આવી જ ગેરમાન્યતાઓમાં અને અંધશ્રદ્ધામાં માને છે.
રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાં એક મહિલાને બીજી મહિલાને ડાકણ કહી સતત હેરાનગતિ કરેલ, એ બાબતે પહેલાં પણ ગામની પંચ બેસાડલ પંચોમા બીજી મહિલા ઉપર આવો ખોટો આરોપ ના મુકવામાં જણાવેલ, પરંતુ તેમ છતા મહિલાએ પોતાના સ્વભાવમાં સુધારોના લાવતાં ફરી પણ ગામની વચ્ચે મહિલાને" તું ડાકણ છે મને તે કાંઈ કર્યું છે" જેથી મારો તેર વર્ષથી પગમાં દુઃખે છે સારું થતું નથી અમો ભૂવા પાસે ગયેલ ત્યાં નામ સાથે કીધું છે આ બેન નડે છે, આમ કહીને મહિલાને માનસિક રીતે હેરાનગતિ કરે છે, સામે વાળા મહિલા જણાવે છે કે હું આ બાબતથી હું કંટાળી ગઈ છું મને ડાકણનુ જ્યાં ચેક થતું હોય ત્યાં જવા તૈયાર છુ, આ બેન મને રોજ આ બાબતથી માનસિક રીતે હેરાનગતિ કરે છે.
આ મહિલાએ આખરે કંટાળીને 181 અભયમ ની મદદ માંગતા 181 અભયમના કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે એ ગામના મોટા ભાગના લોકો આવી જ ગેરમાન્યતાઓમાં અને અંધશ્રદ્ધા માં માને છે માટે અભયમ ટીમ દ્વારા મહિલાને ખોટી ગેરમાન્યતા માંથી બહાર કાઢી સમજાવેલ કે, આ બઘી માન્યતાઓ માણસો એ બનાવેલી ઘારણા છે ડાકણ જેવું કશું નથી કહી સાચી દિશા બતાવતા મહિલા આ વાત સમજી પોતાની ભૂલને કબુલ કરી હવે પછી તેમ નહી કહે તેની ખાતરી આપી હોય આમ 181 અભયમ દ્વારા બન્ને પક્ષને કાયદાકીય સમજ આપી બન્ને પક્ષનું સ્થળ ઉપર સમાધાન કરવામાં આવ્યું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.