જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી
ખેડૂત ખાતેદારો-સામાન્ય નાગરિકોને નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગતમાં આવવું ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે ખેડૂત ખાતેદારો, સામાન્ય નાગરિકોને પોતાની નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી આવવું જ ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરવામાં આવે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સંપાદનમાં ગયેલી જમીન અંગેનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા, વળતર રકમની વિસંગતતા તથા જાહેર રસ્તા પર થયેલ દબાણ હટાવવા જેવા પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા સ્વાગતમાં સ્થાનિક વહીવટી તંત્ર જ લાવી દે તો સામાન્ય માનવી, ગ્રામીણ ખેડૂતોને ગાંધીનગર રાજ્ય સ્વાગતમાં આવવાની જરૂરિયાત જ ન ઉભી થાય.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવેલા અરજદારોની રજૂઆત સાંભળી તેના ત્વરિત અને યોગ્ય નિવારણ માટે કલેક્ટરો-વિકાસ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી શ્રી સમક્ષ શહેરી વિકાસ, મહેસુલ, પંચાયત, ગૃહ વિભાગના તેમજ ગેરકાયદે બાંધકામ દૂર કરવું તથા રહેઠાણ પાસે ગટર લાઈન અને પાકો રસ્તો બનાવી આપવા જેવા વિષયોને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા હતા. એટલું જ નહિ મુખ્યમંત્રીશ્રીએ ઓઇલ કંપનીની પાઇપ લાઇન નાખવામાં અસર થતા બનાસ કાંઠાના ૮૦૦ જેટલા ખેડૂતોને વળતર ચૂકવવા અંગેના પ્રશ્ને જરૂરી સૂચનાઓ આપી આ પ્રશ્ર્ન હલ કરાવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગેરકાયદે બાંધકામ, છેતરપિંડી, જમીન માપણીની ક્ષતિઓ જેવી બાબતોમાં સખતાઈથી કામ લેવા પણ જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કરી હતી. દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં નિયમિતપણે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણની આજની કડીમાં ૧૨ જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. ઓગસ્ટ મહિના દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ- ૫૦૧૦ રજૂઆતો માંથી ૭૭.૫૮ ટકા એટલે કે ૩,૮૮૭ રજૂઆતોનું સુખદ નિવારણ લાવી દેવાયું છે. આ રાજ્ય સ્વાગતમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના જિલ્લાઓના કલેકટર, ડી.ડી.ઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SWAR (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે નાગરિકોની સંલગ્નતા વધારવા અને શાસનમાં સુધારો કરવાના હેતુથી એક નવી પહેલ છે.
ઉંચા તાપમાન અને ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પણ અનુભવાયો હતો
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.