ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ થશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે આ હેતુસર ધરોઇ ડેમને પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ
કેન્દ્રમાં રાખી તેની આસપાસના ૯૦ કિ.મી ની ત્રિજ્યાના વડનગર, તારંગા, અંબાજી અને રાણ કી વાવ જેવા પ્રસિદ્ધ સ્થળોને સાંકળીને ધરોઇને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા વિવિધ પ્રોજેકટ્સની કામગીરી શરૂ કરી છે.
ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ સમગ્રતયા અંદાજે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં આ પ્રોજેકટ્સની જાણકારી માટે ધરોઇ ડેમ સાઇટ પર જઇને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રોજેક્ટમાં સૂચિત રોડનેટવર્ક અન્વયે પ્રથમ તબક્કામાં એડવેન્ચર ડ્રાઇવ રોડ અને ટર્મિનલ રોડની કામગીરીની મુખ્યમંત્રીશ્રીએ તલસ્પર્શી માહિતી મેળવી હતી.
ધરોઇના ડેમના આ સમગ્ર વિસ્તારનું જે ટુરીઝમ પોઇન્ટ ઓફ વ્યૂથી ડેવલપમેન્ટ થવાનું છે તેમાં મુખ્યત્વે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરીના, અન્ય સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિવર એડ્જ ડેવલપમેન્ટ લેઝર શો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એમ્ફી થિયેટર, પંચતત્વ પાર્ક (બોટેનિકલ ગાર્ડન), વિઝિટર સેન્ટર એન્ડ વોટર એક્સપિરિયન્સ પાર્ક, અર્થ એક્સપિરિયન્સ પાર્ક, નાદ બ્રહ્મ ઉપવન, વિન્ડ એક્સપિરિયન્સ પાર્ક તેમજ સન એક્સપિરિયન્સ પાર્ક, સ્કાય એક્સપિરિયન્સ પાર્ક, આઇલેન્ડ ગેટ વે અને જેટ્ટી તથા ઓપન ગ્રીન પાર્ક સહિતના આકર્ષણો જોડવાનું આયોજન કરવામાં આવેલું છે.
આ પ્રોજેકટ્સને પરિણામે ઉત્તર ગુજરાત વિસ્તારની એક આકર્ષક ટુરીઝમ સરકીટ તરીકે ધરોઇ ડેમ વિસ્તાર મુખ્ય આર્થિક બળ બનશે. એટલું જ નહીં, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, એડવેન્ચર્સ ટુરિઝમ, ઇકો એન્ડ રિક્રિએશનલ એક્ટિવિટીઝ ડેવલપ થવાથી આ સમગ્ર વિસ્તારમાં રિજિયન ટુરિઝમ ડેવલપ થશે. આ ઉપરાંત પ્રવાસીઓની અવર-જવરને કારણે સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિને વેગ મળવા સાથે રોજગારીના અવસર પણ ઉભા થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સ્થળ નિરીક્ષણ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, સલાહકાર શ્રી એમ.એસ.રાઠૌર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, પ્રવાસન સચિવ હારિત શુક્લા તેમજ જળસંપત્તિ સચિવ શ્રી કે.એ.પટેલ તથા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.