જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખંભાત મતવિસ્તારમાં મહિલા મતદાર જાગૃતિના પ્રયાસ હાથ ધરાયા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંર્તગત મતદાર જાગૃત્તિના મહત્તમ પ્રયાસ હાથ ધરાયા છે.
આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંર્તગત મતદાર જાગૃત્તિના મહત્તમ પ્રયાસ હાથ ધરાયા છે.
મતદાન જાગૃત્તિના પ્રયાસ સ્વરૂપે આણંદ સંસદીય મતવિસ્તારની તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં સ્વીપ અંતર્ગત જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતિના સઘન પ્રયાસ સહીત ખંભાત વિધાનસભા પેટાચૂંટણીને લઈને પણ વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.
ખંભાત વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી શ્રી અને પ્રાંત અધિકારી શ્રી ખંભાત કુંજલ શાહ દ્વારા મતદાર જાગૃત્તિના ભાગરૂપે ખંભાત મતવિસ્તારના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં મતદાન મથકોમાં મતદાન જાગૃતિ તથા મહિલા મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
જેમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મતદાન મથકો જેવા કે, જહાંગીરપુરા ,ભાત તલાવડી,ભિમતળાવ,જહાજ, પીપળોઈ,બામણવા, સાયમા, કાણીસા, ખડોધી તથા દહેડા ગામની મહિલા મતદારો દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ’’હું અવશ્ય મતદાન કરીશ’’ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.