વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેડિયાપાડાના ઝાંક ગ્રામ પંચાયત ખાતે પહોંચી
ગ્રામજનોએ સંકલ્પ રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યુ : સરકારશ્રીની પ્રત્યેક યોજનાઓથી માહિતગાર રહેવા ગ્રામજનો સંકલ્પબદ્ધ થયા.
રાજપીપલા : કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભોને ઘર-ઘર સુધી પહોંચાડી ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરી વંચિત લાભાર્થીઓના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારતની આ સંકલ્પ યાત્રા રથ દેડિયાપાડા તાલુકાના ઝાંક ગ્રામપંચાયતે આવી પહોંચતા ગ્રામજનોએ રથનું કંકુતિલક કરીને ભવ્ય સ્વાગત કર્યુ હતુ.
આ પ્રસંગે આધુનિક રથ દ્વારા ગ્રામજનોએ ગુજરાતની ગૌરવવંતી વિકાસ ગાથી સહિત સરકારશ્રીની અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે ફિલ્મનિદર્શન થકી ફિલ્મ નિહાળી હતી. જ્યાં ગ્રામજનો ધિરાણ-સહાય, આંગણવાડી પોષણ કેમ્પ, આયુષ્માન ભારતના યોજનાકીય લાભ અને માહિતીથી વાકેફ થયા હતા. ઉપરાંત પેમ્પલેટ્સ, બેનર જેવી આઈઈસી પ્રવૃત્તિ દ્વારા લોકજાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ખેડૂતોને ખેતીમાં સમય ખર્ચમાં ઘટાડો કરતી નવી ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે આરોગ્ય સહિત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાં બાળકો અને મહિલાઓ-ગામલોકોની નિ:શુલ્ક પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
ઝાંક ગ્રામપંચાયત ખાતે ગ્રામજનોને આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના વિશે લોકસંદેશો આપવામાં આવ્યો હતો. આ તકે ગ્રામજનોને પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ (તૃણધાન્યો) અપનાવીને જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતાને વધારવા તેમજ રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા અંગે પણ સમજણ પુરી પાડવામાં આવી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.