જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ
સ્વચ્છતા અભિયાન-૨૦૨૩માં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે એવોર્ડ અનાયત કરાયા.
રાજપીપલા: દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન દિવંગત શ્રી અટલબિહારી વાજપેયીના જન્મ દિવસને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની આગેવાનીમાં સુશાસન દિવસની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી.
સુશાસન દ્વારા જ રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રીની યોજનાના લાભ છેવાડાના તમામ વર્ગના લોકો સુધી ટેક્નોલોજીના માધ્યમથી પહોંચાડી શકાય છે. આ સિદ્ધાંત સાથે આગળ ધપી રહેલું ગુજરાત રાજ્ય ગુડ ગવર્નન્સનું મોડેલ સ્ટેટ બન્યું છે. ત્યારે સંવેદનશિલ, પારદર્શક અને હકારાત્મક અભિગમ સાથે સુશાસનમાં અગ્રેસર એવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ-૦૧, ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બની જોડાયા હતા અને મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ઉદબોધનને સાંભળ્યું હતું.
નર્મદા જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન-૨૦૨૩અંતર્ગત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓના અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર કચેરી (પુરવઠા), જિલ્લા
આરોગ્ય વિભાગ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની(નર્મદા)ને તેમની સારી કામગીરી બદલ બિરદાવાઈ હતી.
સુશાસન દિવસની ઉજવણીને સમાંતર જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પી.એમ જન મન કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં આગીમી ૧૫મી જાન્યુઆરીના રોજ નર્મદા જિલ્લાના આદિમ જૂથના વિકાસ માટે PMPVTG ડેવલપમેન્ટ મિશન" હેઠળ વડાપ્રધાનશ્રીનો સંવાદ કાર્યક્રમ
યોજાનાર છે. જિલ્લામાં વસવાટ કરતા આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ વંચિત લાભાર્થીઓને આવરી લેવાય તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. તેના માટે જિલ્લાના તમામ વિભાગો દ્વારા સાગબારા અને દેડિયાપાડા તાલુકાના અંદાજિત ૫૨ (બાવન) ગામોમાં ઘરે-ઘરે જઈને ૧૩ ટીમો દ્વારા ચાર ગામોના ક્લસ્ટરમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા અને એક-બીજાના સંકલનમાં રહીને ખૂટતી કડીઓને ગામમાં જોડીને પૂર્ણ કરી ૧૦૦ ટકા સેચ્યુરેશન થાય તે દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી સૂચનો આપ્યાં હતાં. સુશાસન દિવસની ઉજવણી તેમજ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઈટાલિયા, શ્રી ડી.આર.સંગાડા, મામલતદારશ્રીઓ સહિત જિલ્લાની વિવિધ કચેરીના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"અમદાવાદ અને સુરતમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીમાં 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત. જાણો દસ્તાવેજોની ચકાસણી, પોલીસની રેડ અને હર્ષ સંઘવીની ચેતવણી વિશે સંપૂર્ણ માહિતી."
"અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની નવી સેવા 27 એપ્રિલ, 2025થી શરૂ! સચિવાલય અને ગિફ્ટ સિટી સુધી 7 નવા સ્ટેશનો સાથે ઝડપી અને સુરક્ષિત મુસાફરી. જાણો ટાઈમટેબલ, ટિકિટ દર અને લાભો વિશે વિગતવાર માહિતી."
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.