હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમ 2023 એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશીપના રાઉન્ડ 3 માટે જાપાન રવાના થશે
સ્પોર્ટ્સલેન્ડ સ્યુગો (જાપાન) : 2023 એશિયા રાઉન્ડ રેસિંગ ચેમ્પિયનશીપ (ARC)ના બીજા રાઉન્ડમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યાં બાદ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)ની ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમ સ્પોર્ટ્સલેન્ડ સ્યુગો ઇન્ટરનેશનલ સર્કિટ (જાપાન) ખાતે આ સપ્તાહના અંતે આગામી રાઉન્ડ 3માં ઝળહળતું પ્રદર્શન કરવા માટે સજ્જ છે.
એશિયા રાઉન્ડ રેસિંગ ચેમ્પિયનશીપ (એઆરઆરસી)ના બીજા રાઉન્ડમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યાં બાદ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઇ)ની ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમ સ્પોર્ટ્સલેન્ડ સ્યુગો
ઇન્ટરનેશનલ સર્કિટ (જાપાન) ખાતે આ સપ્તાહના અંતે આગામી રાઉન્ડ 3માં ઝળહળતું પ્રદર્શન કરવા માટે સજ્જ છે.
સિઝનના મધ્યમાં હોન્ડા રેસિંગ ઇન્ડિયાએ 2023 એફઆઇએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશીપ (ARRC)માં અત્યાર સુધીમાં રાઉન્ડ 2ની સમાપ્તિ ઉપર કુલ 11 પોઇન્ટ્સ મેળવ્યાં છે અને એશિયા પ્રોડક્શન 250સીસી (એપી250સીસી)માં તેની ઉપસ્થિતિ મજબૂત કરવા માટે આગળ વધશે.
આગામી રાઉન્ડ વિશે પ્રતિક્રિયા આપતાં હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના ડાયરેક્ટર સેલ્સ અને માર્કેટિંગ યોગેશ માથુરે કહ્યું હતું કે, “જાપાનમાં અમે એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશીપના આગામી રાઉન્ડ 3 માટે સજ્જ બની રહ્યાં છીએ ત્યારે મને વિશ્વાસ છે કે અમારી ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમ આ રાઉન્ડમાં તેમની ઉપસ્થિતિમાં સુધારો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. સ્પોર્ટ્સલેન્ડ સ્યુગો ઇન્ટરનેશનલ સર્કિટ અમારા રાઇડર્સ માટે નવું હોવા છતાં ટીમના સખત પ્રયાસો સારા પરિણામો પ્રાપ્ત કરશે. વધુમાં અમે અમારા રાઇડર્સને સપોર્ટ કરવા માટે કટીબદ્ધ રહીશું કારણકે તેઓ ઉત્કૃષ્ટતા માટે પ્રયત્નશીલ છે અને આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશીપમાં ઉપસ્થિતિ હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે. અમે આ સપ્તાહના અંતે જાપાનમાં તેમના પાવર-પેક્ડ પર્ફોર્મન્સને જોવા ઉત્સુક છીએ.”
એશિયા પ્રોડક્શન (એપી250) ક્લાસમાં એઆરઆરસી ચાર્જનું નેતૃત્વ કરનાર તથા રેસિંગમાં રોમાંચક પ્રદર્શન સાથે અનુભવી કેવિન સમર ક્વિન્ટલ એકમાત્ર ભારતીય ટીમના રાઇડર છે કે જેમણે 2023 એફઆઇએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ (એઆરઆરસી)ના રાઉન્ડ 2માં એપી250 સીસીમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. કેવિન રેસ 2માં આગળ વધવા ઉત્સુક હતાં, પરંતુ લેપ 2માં તેમની બાઇકમાં ટેક્નિકલ સમસ્યા સર્જાવાને કારણે તેમની રેસ પૂર્ણ થઇ ન હતી, જેના કારણે તેઓ પિટ્સમાંથી રિટાયર થયાં હતાં. આ અવરોધ વચ્ચે પણ કેવિને સેપાંગ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે રાઉન્ડ 2માં 2 પોઇન્ટ્સ એકત્રિત કર્યાં હતાં તેમજ કુલ ચેમ્પિયનશીપ સ્ટેન્ડિંગ્સમાં ટોચના 15 વચ્ચે ઉપસ્થિતિ જાળવી રાખી હતી.
ચેમ્પિયનશીપના રાઉન્ડ 3 વિશે પ્રતિક્રિયા આપતાં કેવિન સમર ક્વિંટલે કહ્યું હતું કે, “હું એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશીપના રાઉન્ડ 3 માટે ખૂબજ ઉત્સાહિત છું. સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે ત્યારે હવે પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સલેન્ડ સ્યુગો ઇન્ટરનેશનલ સર્કિટ ખાતેની રેસમાં તમામ પડકારોનો સામનો કરવા માટે હું સજ્જ છું. મેં સખત પ્રેક્ટિસ કરી છે તેમજ મારી કુશળતામાં નોંધપાત્ર સુધારો કરીને ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યો છું, જેને આગામી રેસમાં હું ટાળવાનો પ્રયાસ કરીશ. હું આ સપ્તાહના અંતે ટ્રેક ઉપર મારું બેસ્ટ પ્રદર્શન કરવા માટે કટીબદ્ધ છું.” કમનસીબે, મોહસિન પરામ્બન ડોમેસ્ટિક હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપમાં ઇજાગ્રસ્ત થવાને કારણે જાપાનમાં આ રાઉન્ડમાં સામેલ થઇ શકશે નહીં. અમે તેમને ઝડપી રિકવરીની શુભેચ્છા પાઠવીએ છીએ.
સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના લગ્ન ડિસેમ્બર 2020 માં થયા હતા પરંતુ આ સંબંધ માત્ર 4 વર્ષમાં જ સમાપ્ત થઈ ગયો. કોર્ટમાં છૂટાછેડા માટે અપીલ કરતી વખતે, બંનેએ ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા અઢી વર્ષથી એકબીજાથી અલગ રહી રહ્યા છે.
IPL 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2025 સીઝન અંગે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં તેમણે આગામી સીઝનમાં કોવિડ-19 રોગચાળાને કારણે બોલ પર લાળ લગાવવા પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે.
MS Dhoni: ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એમએસ ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. શું આ વર્ષની લીગ પછી ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે? આવી ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.