ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમીને મળી રેલ મંત્રી રાજભાષા ટ્રોફી
27/09/2023 ની તારીખે રેલવે મંત્રાલય રેલવે બોર્ડ નવી દિલ્લીમાં આયોજિત રાજભાષા પખવાડીયા સમાપન અને પુરસ્કાર વિતરણ સમારંભમાં ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી, વડોદરાને રાજભાષાના અમલમાં ઉત્કૃષ્ટ કામ અને કાર્યપાલન માટે કેન્દ્રીય પ્રશિક્ષણ સંસ્થાનોની રેલ મંત્રી રાજભાષા રનિંગ ટ્રોફી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી.
7/09/2023 ની તારીખે રેલવે મંત્રાલય રેલવે બોર્ડ નવી દિલ્લીમાં આયોજિત રાજભાષા પખવાડીયા સમાપન અને પુરસ્કાર વિતરણ સમારંભમાં ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી, વડોદરાને રાજભાષાના અમલમાં ઉત્કૃષ્ટ કામ અને કાર્યપાલન માટે કેન્દ્રીય પ્રશિક્ષણ સંસ્થાનોની રેલ મંત્રી રાજભાષા રનિંગ ટ્રોફી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી. એકેડેમીને આ પુરસ્કાર મહાનિર્દેશક રેલવે બોર્ડ શ્રી મોહિત સિન્હાના વરદ હસ્તે આપવામાં આવ્યો.
એકેડેમી તરફથી શ્રી પ્રમોદ ગુપ્તા સિનિયર પ્રોફેસર ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ એ પુરસ્કાર સ્વીકાર કર્યો. આ ઉપલબ્ધિ માટે એકેડેમીના ઉપ મહાનિર્દેશક શ્રી રાકેશ રાજપુરોહિતજીએ મુખ્ય રાજભાષા અધિકારી ડૉ. હેમંત કાંગરા, રાજભાષા વિભાગના સમસ્ત ફેકલ્ટી સભ્યો અને અધિકારીઓ તથા કર્મચારીઓને હાર્દિક શુભકામનાઓ આપી.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે, આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે આગામી ચૂંટણી માટે ટિકિટ ન મળતાં તેના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે.
નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે. આમાં કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે. આ ઘોષણાઓ લોકોની જરૂરિયાતો, ભાજપનો ઢંઢેરો અને મીડિયા અહેવાલો પર આધારિત છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું, જેમાં પવિત્ર સ્થળ પર આવતા ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.