ભૂતાનના રાજા અને વડાપ્રધાને પરત ફરતા પહેલા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનું વિહંગાવલોકન કર્યું
ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.
ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.
આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી, ચીફ પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને વિદાયમાન આપ્યું હતું.
ભૂતાનના રાજા શ્રીમાન જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેએ ગુજરાત મુલાકાત પૂર્ણ કરતા પહેલાં હેલિકોપ્ટરથી અમદાવાદ શહેરનું વિહંગાવલોકન કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો વિકાસ જોઈને મહાનુભાવો પ્રભાવિત થયા હતા.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.