ન્યુઝીલેન્ડના ખેલાડીએ તે પરાક્રમ કર્યું, જે બાબર અને વિરાટ પણ કરી શક્યા ન હતા
ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ મેચ કાર્ડિફમાં રમાઈ હતી. આ મેચમાં કીવી ટીમે વર્લ્ડ ચેમ્પિયન ટીમને 8 વિકેટથી હરાવ્યું હતું.
ચાર મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. 2019ના વર્લ્ડ કપની ફાઈનલ બાદ આ બંને ટીમો વનડે મેચ રમી રહી હતી. આ મેચમાં ઓપનર ડેવોન કોનવે અને સ્ટાર ઓલરાઉન્ડર ડેરીલ મિશેલ કીવી ટીમની જીતના હીરો બન્યા હતા. બંનેએ શાનદાર સદીની ઇનિંગ્સ રમી અને ટીમને માત્ર 45.4 ઓવરમાં 292 રનના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી. કોનવેએ આ ઇનિંગમાં 121 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા. આ સાથે તેણે એક શાનદાર રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તેણે તે સિદ્ધિ હાંસલ કરી હતી જે વિરાટ કોહલી અને બાબર આઝમ જેવા મહાન બેટ્સમેન પણ કરી શક્યા ન હતા.
ડેવોન કોનવેની આ 19મી ODI મેચ હતી અને તેણે 18 ઇનિંગ્સમાં ચાર સદી ફટકારી છે. તે ODIની પ્રથમ 18 ઇનિંગ્સમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે. જ્યારે 76 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિરાટ કોહલી અને પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી. કોનવેની સાથે આ લિસ્ટમાં ઈંગ્લેન્ડના ડેવિડ મલાન, અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ ઝદરાન સહિત ઘણા ખેલાડીઓ છે.
• 4 – ડેવોન કોનવે (ન્યુઝીલેન્ડ)
• 4 – ડેવિડ મલાન (ઈંગ્લેન્ડ)
• 4 – ડેનિસ એમિસ (ઈંગ્લેન્ડ)
• 4 – ઈબ્રાહિમ ઝદરાન (અફઘાનિસ્તાન)
• 4 – ઇમામ ઉલ હક (પાકિસ્તાન)
• 4 – ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા)
આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ રમતા ઇંગ્લેન્ડે ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, જોસ બટલર અને લિયામ લિવિંગસ્ટોનની અડધી સદીની મદદથી 291 રન બનાવ્યા હતા. જવાબમાં કીવી ટીમ માટે ડેરીલ મિશેલે અણનમ 118 અને ઓપનર ડેવોન કોનવેએ અણનમ 111 રન ફટકારીને ટીમને 45.4 ઓવરમાં આસાન વિજય અપાવ્યો હતો. હવે શ્રેણીની બીજી મેચ 10 સપ્ટેમ્બરે સાઉથમ્પટનમાં રમાશે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર વરુણ એરોને 10 જાન્યુઆરીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બધુ બરાબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી છૂટાછેડા લઈ શકે છે. આ સમાચાર આવ્યા બાદ ચહલ અને ધનશ્રી છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને બીજી વનડેમાં 113 રને હરાવ્યું છે. આ સાથે તેણે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.