વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉ.ગુ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ચાણસ્મામાં ભવ્ય સામૈયું કરાયું
માજિક સમરસતા યાત્રા ચાણસ્મા શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા સનાતન પ્રેમીઓએ યાત્રાને વધાવી.
નિતીન ઠાકર ચાણસ્મા : વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત મહેસાણા વિભાગ દ્વારા તારીખ ૧૫ ડિસેમ્બર થી તારીખ ૨૧ મી ડિસેમ્બર ના સમય દરમિયાન કેન્દ્રીય યોજના મુજબ ઉત્તર ગુજરાતના મુખ્ય ચાર જિલ્લાઓમાં આયોજિત કરાયેલી સામાજિક સમરસતા યાત્રાનો પીપરાળા ગામેથી પ્રારંભ કરાયા બાદ મંગળવારના રોજ આ સામાજિક સમરસતા યાત્રા ચાણસ્મા શહેરમાં આવી પહોંચતા નગરશ્રેષ્ઠીઓ.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત રાજકીય,સામાજિક આગેવાનો દ્વારા યાત્રાનું ચાણસ્મા સરદાર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સામાજિક સમરસતા યાત્રા મા ભારત માતાનું પુજન અને સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ યાત્રા શહેરના વિવિધ માગૅ પરથી પ્રસ્થાન થતાં ચાણસ્મા ની સનાતન પ્રેમી જનતા દ્વારા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત મહેસાણા વિભાગ દ્વારા આયોજિત કરાયેલી આ સામાજિક સમરસતા યાત્રા નો મુખ્ય ઉદ્દેશ એક મંદિર.. એક કૂવો.... એક સ્મશાન ... તેમજ દરેક સનાતન પ્રેમીઓમાં સમાનતાનો ભાવ પ્રબળ બને અને હિન્દુ રાષ્ટ્ર નું નિર્માણ થાય તે રહેલો હોવાનું યાત્રામાં જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત તેમજ ગોતરકાના સંત બ્રહ્મ મુનિ બાપુ એ જણાવ્યુ હતું કે આ ચાર જિલ્લા ની યાત્રા તા.૨૧ ડિસેમ્બરના રોજ નંદાસણ ખાતે સંપન્ન થનાર હોવાનું જણાવ્યું હતું. યાત્રામાં સામાજિક સમરસતા આયામ ક્ષેત્ર પ્રમુખ રસેશભાઈ રાવલ .પ્રવીણભાઈ ભટ્ટ. ભો ધર્માચાર્ય સંપર્ક પ્રાંત ટોલી સદસ્ય નીતિનભાઈ વ્યાસ . ભોજુભા જાડેજા .ભરતભાઈ કોઠીવાલા .પાટણ જિલ્લા મંત્રી વિશાલભાઈ રામાવત. રમણીકભાઈ સુથાર . વિષ્ણુભાઈ પટેલ .મહેન્દ્રભાઈ પટેલ .મિતેશભાઇ પટેલ .મયંકભાઈ સથવારા. દીપકભાઈ રાઠોડ અને બાબુભાઈ પ્રજાપતિ આ સર્વેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."
"વડોદરાના સાંઢાસાલ ગામે યુવકની હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાની ચોંકાવનારી ઘટના! પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી. વધુ વિગતો જાણો."
"ગુજરાત પોલીસે 4500 અસામાજિક તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી કરી, 2000ને તડીપાર કર્યા. સાયબર ક્રાઇમ, ગેરકાયદેસર બાંધકામ અને ગુનાખોરી સામે કડક પગલાં. તાજા સમાચાર જાણો."