દેવદિવાળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે
લોકલાગણીને ધ્યાને રાખીને ૨૭મી નવેમ્બર ૨૦૨૩, સોમવાર દેવદિવાળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે.
રાજપીપલા : પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇ આગામી ૨૭ નવેમ્બરના રોજ એટલે કે સોમવારે દેવદિવાળી અને ગુરૂનાનક જયંતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, SoU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ ૨૭મી નવેમ્બરના રોજ સોમવારના દિવસે પ્રવાસીઓની માંગણી ને ધ્યાને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી ૨૭મી નવેમ્બર સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે. તેના બદલે ૨૮મી નવેમ્બર મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે. આ વખતે લોકોને શનિ, રવિની સાથે સોમવારે પણ દેવદિવાળી અને ગુરૂનાનક જયંતી હોવાને લીધે ૩ દિવસની લાંબી રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેને સંલગ્ન અન્ય પ્રોજેકટો, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. ૨૮મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.