ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને મળ્યો વ્યાપક જન પ્રતિસાદ
સફાઈ અભિયાનામાં ૨૫,૩૦૭ સફાઈ કામદારો અને ૩૩,૫૫૨ જેટલા નાગરિકોએ મળીને કુલ ૧૧૨૦ ટન જેટલો કચરો એકઠો કર્યો. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો સહિત વિવિધ સંસ્થાઓ પણ સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં દેશવ્યાપી જન ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની પ્રેરણા આપી હતી. ગુજરાતમાં સફાઈ અભિયાનની સફળતાને જોતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૫ ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને લંબાવવામાં આવ્યું છે. જન ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાને વેગ પકડ્યો છે અને બીજી બાજુ જનતા તરફથી પણ આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો તથા વિવિધ સંસ્થાો દ્વારા સાફ સફાઈ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યમાં સફાઈ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૨૫,૩૦૭ સફાઈ કામદારો અને ૩૩,૫૫૨ જેટલા નાગરિકો સાફ સફાઈ માટે જોડાયા હતા. જે દરમિયાન નાગરીકોએ ૫૫,૯૧૦ કલાક કામ કરીને કુલ ૧૧૨૦ ટન જેટલો કચરો એકઠો એકઠો કરી તેનો સુયોગ્ય નિકાલ કર્યો છે.
“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનનો મંત્ર હતો. ગાંધીજી વ્યકિતગત અને સામૂહિક રીતે સ્વચ્છતાના આગ્રહી રહ્યા હતા. ત્યારે મહાત્મા ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા સાથે સ્વચ્છ અને નૂતન રાષ્ટ્રના નિર્માણ માટે વડાપ્રધાનશ્રી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ગુજરાતે પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરીને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યુ છે. ગુજરાતને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે હજુ પણ આગામી ૨ મહિના સુધી આ અભિયાન ચાલતું જ રહેશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.