સાવરકુંડલામાં 8 કરોડના ખર્ચે અટલ ઓડીટોરીયમનું ખાત મુહર્ત કરાયું
સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ વિકાસની કેડી કંડારી, સ્પોર્ટ્સ સંકુલ, અમૃત સરોવર બાદ આધુનિક ઓડીટોરીયમ હોલનું મુહર્ત થયું.
સરકાર દ્વારા વિકાસની હરણફાળમાં પાછી પાની નહિ કરીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે 8 કરોડના ખર્ચે એક વિશાળ ઓડીટોરીયમનું ખાત મુહર્ત સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. કલાપ્રેમી અને શહેરના પ્રબુદ્ધ નાગરિકોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આજે સાવરકુંડલાના ઓપન એર થિયેટર નજીક જ સેન્ટ્રલ એસી, 500 સીટિંગ એરેંજમેંન્ટ, સ્ટેજ તથા સાઉન્ડ પ્રૂફ સિસ્ટમ, ફિલ્ટર પ્લાન્ટ, પાર્કિંગ જેવી અધતન સુવિધાસભર ઓડીટોરીયમના ખાત મુહર્ત પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા એ વિજેતા થયાના 1 માસ ને આઠ દિવસમાં 9 મી વાર સાવરકુંડલા ખાતે ખાત મુહૃતમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ધારાસભ્ય મહેશ કસવાળાએ સાવરકુંડલા લીલીયા વિધાનસભાને વિકાસની નવી કેડી કંડારવાના અભિગમથી કાર્ય કરીને રાજ્યની વિકાસ લક્ષી સરકાર દ્વારા 8 કરોડના ખર્ચે આકાર પામતા ઓડીટોરીયમને અટલ ઓડીટોરીયમ નામ આપીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ જે એક કવિ સાથે રાજકીય વારસો જળવાઈ તેવા હેતુ જળવાઈ રહે જ્યારે આ અટલ ઓડીટોરીયમનું લોકાર્પણમાં રાજ્યના કલાવિભૂતીઓને ખાસ ઉપસ્થીત રાખવાનો કોલ ધારાસભ્ય મહેશ કસવાળાએ આપ્યો હતો આ અટલ ઓડીટોરીયમના ખાત મુહર્ત પ્રસંગે સાસંદશ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, માર્કેટિંગ યાર્ડ ચેરમેન દીપકભાઈ માલાણી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાધેલા, તાલુકા ભાજપ મહામંત્રી ચેતનભાઇ માલાણી, જીલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ ગજેરા,શરદભાઈ ગોદાણી, અરવિંદભાઇ માંગુકીયા, મનુભાઇ ડાવરા, રસીકભાઇ વેકરીયા, નગરપાલિકા હોદ્દેદારશ્રીઓ, ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ, શહેર તેમજ ગ્રામ્ય કાર્યકર્તાઓ સાહિત્ય જગતના કલા પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હોવાની સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હિરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.