ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની પ્રેરક ઉપસ્થિતિમાં એમ.એસ.યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
વડોદરા : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૯/૧૨/૨૦૨૪ના રોજ એમ એસ યુનિવર્સિટીના વાર્ષિક પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ પદવીદાન સમારોહ બાદ ઉપ રાષ્ટ્રપતિ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેનાર છે. ઉપરાષ્ટ્રપતિની વડોદરા જિલ્લાની મુલાકાત દરમિયાનની આનુસંગિક વ્યવસ્થાઓના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને પ્રોટોકોલ મુજબ કામ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નિવાસી અધિક કલેકટર બી.એસ પટેલે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હિમાંશુ પારેખ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.
નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉમદા આશય સાથે આ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.