કેન્દ્રિય કેબેનિટ બેઠકમાં દેશમાં નવીન ૧૫૭ નર્સિંગ કૉલેજ સ્થાપનાને મંજૂરી
નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં નવીન નર્સિંગ કૉલેજ સ્થપાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન ૧૫૭ નર્સિંગ કૉલેજની
સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં ૧,૫૭૦ કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત ૧૫,૭૦૦ નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે.
આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે. પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગની ૧૦૦ બેઠકો ઉપલબ્ધ બનતા. રાજ્યમાં કુલ ૫૦૦ નર્સિંગ ની બેઠકોમાં વધારો થશે.
વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર માંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ. ૧૦ કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે. પ્રથમ વખત કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ નર્સિંગ કૉલેજની સ્થાપનાને આવરી લેવામાં આવી છે.
આ નવીન પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ૮ સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગની ૪૪૦ જેટલી બેઠકો કાર્યરત છે.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,