દેશને ફેમિલી ડૉક્ટરની નહીં, ફેમિલી ફાર્મરની જરૂર છે : આચાર્ય દેવવ્રતજી
ગામનો રૂપિયો ગામમાં રહે અને શહેરનો રૂપિયો પણ ગામમાં આવશે ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે અને તે પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગામનો ગામનો રૂપિયો ગામમાં રહે અને શહેરનો રૂપિયો પણ ગામમાં આવશે ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે, અને તે પ્રાકૃતિક ખેતીથી સંભવ બનશે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતીએ ભારતની ધરતીને ઉજ્જડ બનાવી દીધી છે. આપણા દેશમાં આગામી દશ વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે. ઘરે-ઘરે બીપી-ડાયબીટીસના દર્દીઓ થઈ ગયા છે, માટે આપણે રાસાયણિક અને જૈવિક ખેતીની જગ્યાએ પ્રાકૃતિક કૃષિ અપનાવાની તાતી જરૂરીયાત છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પર ચાલી રહેલી બે-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠિના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ રાજસ્થાનના પૂર્વ કેબિનેટ મંત્રી દેવી સિંહ ભાટી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટિમ્બડીયા ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ ડૉ.અરુણ કુમારે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રસાયણિક ખેતીની ગંભીરતાને જોતાં પ્રાકૃતિક ખેતીની દિશામાં પગલાં લેવા માટે સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અરુણ કુમારને અભિનંદન આપ્યા. તેમણે યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનું ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે અનુરોધ કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને 'રાષ્ટ્રીય મિશન' બનાવી દીધું છે. તેમણે કહ્યું કે 60 વર્ષ પહેલા દેશમાં ભૂખમરાની પરિસ્થિતિ હતી ત્યારે કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથને હરિત ક્રાંતિ લાવી, જે સમયની જરૂર હતી. હવે આપણે આત્મનિર્ભર થઈ ગયા છીએ. પરંતુ હવે હરિત ક્રાંતિના નામ પર રસાયણિક ખાતરનો અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને રોકવાની જરૂર છે. આજના સમયમાં હવા, પાણી, જમીન અને લોકોના સ્વાસ્થ્યને બચાવવાની જરૂર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓને, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સફળ ટેબ્લો પાછળની ટીમ સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી, જ્યાં તેમણે રાજ્ય સાંસ્કૃતિક પ્રદર્શનમાં ત્રીજું સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા
ડાંગ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુ:ખદ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા.