સાવરકુંડલાના બાયપાસ નજીક 5 કરોડના ખર્ચે અમૃત સરોવરનું સ્વપ્ન થશે સાકાર
સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ અમૃત સરોવરનું કર્યું ખાત મુહર્ત.
સાવરકુંડલા શહેરમાં હરવા ફરવા લાયક એકમાત્ર જાહેર જનતા બાગ સિવાય કશું ના હોવાથી સાવરકુંડલા માં આવતા મહેમાનો અને સાવરકુંડલા વાસીઓને વાર તહેવારે કે રવિવારે ક્યા જવું તેની મુશ્કેલીઓનો અંત ટુંક સમયમાં આવશે કેમ કે નિષ્ઠાવાન ધારાસભ્ય મહેશ કસવાળાની શહેરીજનો પ્રત્યેની લાગણીઓ અને વિકાસ તરફની રાજ્ય સરકારની સંવેદનશીલતાને લઈને સાવરકુંડલા મહુવા બાયપાસ ખાતે આવેલ પ્રખ્યાત આકાશી મેલડી મંદિર અને લીલાપીર નજીક નો ભેસાણ ડેમ સાઈટ પર 5 કરોડના ખર્ચે અમૃત સરોવર બનાવવાના આજે અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળાના વરદહસ્તે ખાત મહૂર્ત કરવામાં આવેલ હતું.
સાવરકુંડલા શહેરને નવું નજરાણું મળી રહે અને અમરેલી જિલ્લા માંથી અમૃત સરોવર નિહાળવા લોકો આવે તેવું અદભુત અમૃત સરોવર 5 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું હોય જેના ખાત મુર્હૂત પ્રસંગે જ સાંસદ સુતરીયા અને ધારાસભ્ય કસવાળાએ વધુ એક વિકાસની ભેટ સાવરકુંડલા શહેર તાલુકાની જનતા માટે આપી હોવાની પ્રતીતિ શહેરીજનો કરી રહ્યા હતા ને ખાત મુહર્ત પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકા હોદ્દેદારશ્રીઓ, ચેરમેનશ્રીઓ, સદસ્યોશ્રી, જિલ્લા ભાજપ હોદ્દેદારશ્રીઓ, શહેર ભાજપ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, સદસ્યશ્રી સાવરકુંડલાના પ્રતિષ્ઠિત મુખ્ય આગેવાનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. તેવું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ
જે.પી.હીરપરાએ જણાવ્યું છે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.