નાણામંત્રીએ લીધો મહિલાઓ માટે મોટો નિર્ણય, આ સાંભળીને કરોડો લોકોની થસે બલ્લે બલ્લે!
FM Nirmala Sitharaman: નાણા મંત્રાલયે (Ministry of Finance) તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પાત્ર ખાનગી ક્ષેત્રની બેંકોને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર(Mahila Samman Saving Certificate), 2023 રજૂ કરવા અને વેચવાની મંજૂરી આપી છે.
Mahila Samman Savings Certificate: દેશભરની મહિલાઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પાત્ર ખાનગી ક્ષેત્રની બેંકોને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, 2023 લાગુ કરવા અને વેચવા માટે પરવાનગી આપી છે. એટલે કે હવે તમે કોઈપણ ખાનગી અને સરકારી બેંકમાં આ યોજનાનો લાભ લઈ શકો છો. આ માટે તમારે માત્ર પોસ્ટ ઓફિસ જવાની જરૂર નથી.
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે 27 જૂન, 2023ના રોજ જારી કરાયેલ ઈ-ગેઝેટ સૂચના દ્વારા આ નિયમન જારી કર્યું છે. નાણા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ છોકરીઓ/મહિલાઓ સુધી યોજનાની પહોંચ વધારવામાં મદદ કરવાનો છે. આ રીતે, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની સદસ્યતા હવે પોસ્ટ ઓફિસની સાથે લાયક અનુસૂચિત બેંકોમાં પણ લઈ શકાય છે.
મહિલાઓમાં બચતને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાયેલી આ યોજના 1 એપ્રિલ, 2023 થી પોસ્ટ વિભાગ દ્વારા લાગુ છે. નાણાકીય વર્ષ 2023-24 ના સામાન્ય બજેટમાં, કેન્દ્ર સરકારે દેશની દરેક છોકરી અને મહિલાને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર 2023 યોજનાની જાહેરાત કરી હતી.
આ યોજના હેઠળ, જમા રકમ પર વાર્ષિક 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે, જે ત્રિમાસિક ધોરણે ઉમેરવામાં આવશે. આ રીતે અસરકારક વ્યાજ દર લગભગ 7.7 ટકા હશે.
100 ના ગુણાંકમાં કોઈપણ રકમ લઘુત્તમ રૂ.1000 અને મહત્તમ રૂ.2 લાખની મર્યાદામાં જમા કરાવી શકાય છે. આ યોજના હેઠળ રોકાણની પાકતી મુદત યોજના હેઠળ ખાતું ખોલવાની તારીખથી બે વર્ષ છે. આ યોજના હેઠળ, ખાતું 31 માર્ચ, 2025 ના રોજ અથવા તે પહેલાં બે વર્ષના સમયગાળા માટે ખોલી શકાય છે.
પ્રધાનમંત્રીએ સરસ્વતી વિદ્યા નિકેતન શાળાની મુલાકાત લીધી હતી, ભારત-ગુયાના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોમાં સ્વામી અક્ષરાનંદજીના કાર્યની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
જો તમે વિદેશમાં ભણવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એક તરફ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ તેમના વિઝા અને ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીના દરવાજા ખુલ્લા કરી દીધા છે તો બીજી તરફ ન્યૂઝીલેન્ડે સ્ટડી વર્ક વિઝાના નિયમોમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે.