દેડિયાપાડા બીઆરસી ભવન ખાતે આયોજિત કિશોરી મેળામાં સ્વચ્છતાની જ્યોત જાગી
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત અધિકારી-કર્મયોગીઓ સહિત દીકરીઓએ સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી.
રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી પ્રસંગે દેડિયાપાડાના બીઆરસી ભવન ખાતે “સશક્ત કિશોરી, સૂપોષિત ગુજરાત” થીમ આધારિત 'કિશોરી મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જે.બી.પરમાર તેમજ દેડિયાપાડા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરી સહિત સૌ ઉપસ્થિત અધિકારીશ્રીઓએ દીકરીઓને શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવાની દિશામાં રાજ્ય સરકારની
કામગીરી અને યોજનાકીય માહિતી વિશે માહિતગાર કરીને શિક્ષણની સાથે પોષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના મહત્વ અંગે માર્ગદર્શિત કર્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત અધિકારીશ્રી, આંગણવાડી કાર્યકર બહેનો સહિત દીકરીઓએ પણ સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવાની પ્રતિજ્ઞા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવ્યાપી આ ઝુંબેશ થકી
નર્મદા જિલ્લાના બાળકોમાં સ્વચ્છતાની ભાવના કેળવાય તે ખુબ જરૂરી છે.
આ કાર્યક્રમમાં લીડ બેન્ક મેનેજરશ્રી સિન્હા, ડીસ્ટ્રીક હબ હોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) કર્મચારીશ્રી પ્રણયભાઈ એરડા સહિત સંપૂર્ણ સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મયોગીઓ, આરોગ્ય વિભાગની ટીમ, શી ટીમ સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના સંબંધિત કર્મચારીશ્રીઓ
ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.