સરકારે પુરવઠા સંચાલકોના ફિંગરનો નિયમ ફરજિયાત તો કર્યો પરંતુ ઉંમરલાયક સંચાલકો મુશ્કેલીમાં મુકાયા
તા. ૨૧ સમગ્ર ગુજરાત માં સરકારે પુરવઠા દુકાનદારો માટે નવા નિયમ લાગુ કર્યા એ સારી બાબત છે પરંતુ નર્મદા જિલ્લામાં આ નિયમમાં કેટલીક મુશ્કેલીઓ આવી અને એ માટે છેક ગાંધીનગર સુધી ફરિયાદ બાદ પણ કોઈજ ઉકેલ નહીં આવતા કેટલાક પુરવઠા સંચાલકો દુકાન માં અનાજ હોવા છતાં ગ્રાહકોને આપી શક્યા નથી
ભરત શાહ, નર્મદા : તા. ૨૧ સમગ્ર ગુજરાતમાં સરકારે પુરવઠા દુકાનદારો માટે નવા નિયમ લાગુ કર્યા એ સારી બાબત છે પરંતુ નર્મદા જિલ્લામાં આ નિયમમાં કેટલીક મુશ્કેલીઓ આવી અને એ માટે છેક ગાંધીનગર સુધી ફરિયાદ બાદ પણ કોઈજ ઉકેલ નહીં આવતા કેટલાક પુરવઠા સંચાલકો દુકાન માં અનાજ હોવા છતાં ગ્રાહકો ને આપી શક્યા નથી
સરકારે પુરવઠા સંચાલકો માટે નિયમ લાગુ કર્યો જેના જે વ્યક્તિના નામનું લાઇસન્સ હોય એ વ્યક્તિનો જ ફિંગર આપે તો ગ્રાહકોને આપવામાં આવતા અનાજની કુપન નીકળે અને ત્યારબાદ જ ગ્રાહકને અનાજ મળે પરંતુ નર્મદા જિલ્લામાં પુરવઠાની કેટલીક દુકાનોમાં જેના નામના લાઇસન્સ છે તેવા દુકાનદાર અને ખુદ સંચાલકો પૈકી કેટલાકના ફિંગર ઉંમરના લીધે મેચ નહી થતા હોવાથી આ સંચાલક ગ્રાહકોને અનાજ આપી નહી શકતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે માથાકૂટ બાદ આવા દુકાનદારોએ જિલ્લા પુરવઠા વિભાગમાં જાણ કર્યા બાદ ત્યાંના અધિકારીએ આ મામલે ગાંધીનગર જાણ કરી પરંતુ આ વાતને પણ પાંચેક દિવસ વીતી જવા છતાં ગાંધીનગરથી કોઈજ ઉકેલ નહી આવતા માલ ભરાવીને બેઠેલા દુકાનદારો માલ હોવા છતાં ગ્રાહકોને વેચાણ કરી શકતા નથી અને હાલ મહિનાનું છેલ્લું અઠવાડિયું બાકી છે છતાં ચાલુ ડિસેમ્બર મહિનાનો જથ્થો કાર્ડ ધારકોને નહી મળતા મધ્યમ, ગરીબ વર્ગના લોકો તકલીફમાં આવી પડ્યા છે. તો શું નવા નિયમ લાગુ કર્યા બાદ ગાંધીનગર પુરવઠા વિભાગ આવી તકલીફમાં તાત્કાલિક કોઈ ઉકેલ લાવી ફિંગર બાબતે અટવાયેલા દુકાનદારોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા કોઈજ ઉકેલ લાવી શકતા નથી..? આખો મહિનો પૂરો થયા બાદ આવી દુકાનના ગ્રાહકો અનાજ નહિં મળે તો શું કરશે..?
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.