સરકારે ઘઉંને લઈને લીધો મોટો નિર્ણય, 15 વર્ષમાં પહેલીવાર આવું પગલું ભર્યું
15 વર્ષમાં પ્રથમ વખત, સરકારે સોમવારે ઘઉંના વધતા ભાવને રોકવા માટે માર્ચ 2024 સુધી તાત્કાલિક અસરથી ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી.
Wheat News Update: સરકારે ઘઉંને લઈને મોટો નિર્ણય લીધો છે. 15 વર્ષમાં પ્રથમ વખત, સરકારે સોમવારે ઘઉંના વધતા ભાવને રોકવા માટે માર્ચ 2024 સુધી તાત્કાલિક અસરથી ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી હતી. સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ પ્રથમ તબક્કામાં કેન્દ્રીય પૂલમાંથી જથ્થાબંધ ગ્રાહકો અને વેપારીઓને 1.5 મિલિયન ટન ઘઉં વેચવાનું પણ નક્કી કર્યું છે.
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા મહિનામાં ઘઉંના ભાવમાં વધારો થયો છે. મંડી સ્તરે કિંમતોમાં લગભગ આઠ ટકાનો વધારો થયો છે. જો કે જથ્થાબંધ અને છૂટક ભાવમાં તેટલો વધારો થયો નથી, પરંતુ સરકારે ઘઉં પર સ્ટોક લિમિટ લાદી છે.
આ 'સ્ટોક મર્યાદા' 31 માર્ચ, 2024 સુધી વેપારીઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ, મોટા રિટેલ ચેઇન વિક્રેતાઓ અને પ્રોસેસર્સ પર લાદવામાં આવી છે.
ઘઉં ઉપરની આયાત ડ્યૂટીને ઘટાડવા બાબતે સચિવે જાણકારી આપી હતી કે દેશમાં હાલમાં પૂરતો પુરવઠો હોવાથી નીતિમાં ફેરફાર કરવાની કોઈ યોજના હમણાં નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ પણ હાલમાં ચાલુ રહેશે. તેમણે કહ્યું છે કે દેશમાં ઘઉંનો પૂરતો સ્ટોક છે. ખેડૂતો અને વેપારીઓ પાસે હાલમાં સ્ટોક છે અને કેટલાક ગેરકાયદેસર તેમજ અસામાજિક તત્વો પાસે પણ સ્ટોક છે. અમે આયાત વિશે વિચારી રહ્યા નથી કારણ કે દેશમાં ઘઉંની કોઈ અછત નથી.
તેમણે કહ્યું કે ઘઉં ઉપરાંત, સરકારે OMSS હેઠળ ચોખા પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને તેનું પ્રમાણ પછીથી નક્કી કરવામાં આવશે. વાતચીતમાં અધિકારીએ એમ પણ જણાવ્યુ કે ખાંડની વધુ નિકાસને મંજૂરી આપવાની હાલમાં કોઈ જ દરખાસ્ત નથી.
દિલ્હીમાં NCB અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ મોટા ડ્રગ્સ દાણચોરી નેટવર્કના પાંચ સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ નેટવર્કના મુખ્ય નેતાને શોધી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યવાહીની પ્રશંસા કરી છે.
આજે ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીથી મુંબઈ અને પટણાથી કોલકાતા સુધી, સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં નમાઝ અદા કરવામાં આવી રહી છે. ઈદના ખાસ અવસર પર, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.
Kullu Accident: હિમાચલના કુલ્લુથી એક મોટા અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં ભારે પવનને કારણે વાહનો પર ઝાડ પડી ગયું. જેના કારણે 6 લોકોના મોત થયા.