રાજપીપલા-પોઈચાની વધારાની એસટી બસોની ટ્રીપો શરૂ થતાં વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થશે
ટુંક સમય પહેલા પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલ બાદ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરાઇ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તાજેતરમાં સ્થાનિક વર્તમાનપત્રોમાં પોઈચાથી રાજપીપલા તરફ આવતી એસ.ટી. બસોને રોકી આંદોલન કરવા તથા નિયમિત એસટી બસની સુવિધા વિષે પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલ અંગે ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, સવારે ૦૯:૧૫ થી ૦૯:૪૦ તથા સાંજે ૧૭:૧૫ થી ૧૭:૪૦ ની રાજપીપલા-પોઈચાની વધારાની ટ્રીપો શરૂ કરેલ છે તેમજ ડેપો મેનેજર રાજપીપલા ધ્વારા વડોદરા-કીર્તિ તરફ સંચાલિત થતી તમામ ટ્રીપોના ડ્રાયવર/કંડકટરોને તમામ સ્ટેન્ડ પરથી વિદ્યાર્થીઓ લેવા તેમજ ઉતારવા સખ્ત સુચનાઓ આપેલ છે.
સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે કે,હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોવાથી રોડ રસ્તાની પરિસ્થિતિના અભાવે વાહનો ગંતવ્ય સ્થળે પહોચતા લેટ પડે છે. તેમ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક એ જણાવ્યું છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક કુશળ પ્રયાસને સફળતાપૂર્વક અટકાવ્યો છે.
અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત નીપજવાની કરુણ ઘટના સામે આવી છે.
આણંદના પેટલાદમાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.