વડોદરાની ખાદી પ્રેમી જનતાએ માત્ર ઓક્ટોબર માસમાં જ રૂ.૨.૭૮ કરોડની ખાદી ખરીદી
ખાદી ટ્રેન્ડ @ વડોદરા : યુવા પેઢીમાં ખાદી પ્રત્યે વિશેષ આકર્ષણ, વડોદરા જિલ્લા ખાદી ગ્રામોધોગે ગ્રાહકોને રૂ.૫૬.૩૦ લાખનું વળતર આપ્યું.
વડોદરા: કહેવાય છે કે ખાદી એ વસ્ત્ર નહિ પણ વિચાર છે. લાખો પરિવારોમાં ખાદી રોજગાર સર્જનનું માધ્યમ બની છે. આપણે ત્યાં સૂત્ર પણ વહેતું થયું છે, “ખાદી ફોર નેક્સટ જનરેશન, ખાદી ફોર અવર નેશન.” મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો અનુસરતી સંસ્થાઓમાં ખાદીને સ્વેચ્છાએ સૌએ અપનાવી હોવાથી ખાદીને પ્રાધાન્ય આપવામાં આવે છે.ખાદી એ આપણા ઇતિહાસ અને વારસાનો અભિન્ન ભાગ છે.
વડોદરા શહેરમાં જિલ્લા ખાદી ગ્રામોધોગ ભવન, રાવપુરા ખાતે છેલ્લા ૭૫ વર્ષથી સૌના સાથથી ખાદીના ઉત્પાદન દ્વારા આર્થિક રીતે ગરીબ અનેક નાના કારીગરોને રોજગારી પ્રદાન કરે છે. ખાદી ભવનમાં ગાંધી જયંતી ૨જી ઓક્ટોબર થી તા. ૩૧ ડિસેમ્બર સુધી ગુજરાતમાં બનતી ખાદી પર ૨૫ ટકા અને પરપ્રાંતની ખાદી પર ૧૫ ટકા ખાસ વળતર આપવામાં આવે છે.
ખાદી ગ્રામ ઉદ્યોગના મેનેજર શ્રી રાકેશ પટેલે જણાવ્યું છે કે હવે યુવા પેઢીમાં પણ ખાદી પહેરવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. વડોદરાની ખાદી પ્રેમી જનતાએ વડોદરા ખાદી ગ્રામોદ્યોગ ભવનથી અત્યાર સુધીમાં પરપ્રાંત સુતરાઉ ખાદીની રૂ. ૬૨ લાખ, ગુજરાત સુતરાઉ ખાદી રૂ.૧.૩૩ કરોડ, પોલીવસ્ત્ર ખાદી રૂ.૪૯ લાખ, ગ્રામ ઉદ્યોગ રૂ.૩૩ લાખનું વેચાણ થયું છે. જેમાંથી ગ્રાહકોને રૂ. ૫૬.૩૦ લાખનું વળતર આપવામાં આવ્યું છે.બીજી ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી વડોદરા જિલ્લા ખાદી ગ્રામોધોગ દ્વારા કુલ રૂ. ૨.૭૮ કરોડની ખાદીનું વેચાણ કરવામાં આવ્યું છે.
આમ વડોદરાની જનતાએ નાના અને માધ્યમ વર્ગના કારીગરોના ઉત્પાદનોની ખરીદી કરીને રોજગારી પૂરી પાડી છે. આ વેચાણથી નાના કારીગરોને પણ પ્રોત્સાહન મળ્યું છે.
ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં સુતરાઉ કાપડ (રીંકલ ફી, મસલીન ખાદી, કલકત્તી ખાદી, રંગીન ખાદી, કોટન શર્ટ, સદરા, સાડી તથા ડ્રેસ રેશમ સીલ્ક સાડી, રાજકોટ પટોળા, જામદાની સાડી, હૈદરાબાદી રેશમી ડ્રેસ, પ્લેન ગરમ વસ્ત્ર ગરમ જેકેટ, બ્લેન્કેટ, ગરમ શાલ તથા ભારત ભરમાંથી ઉત્પાદન થયેલ ખાદી ઉપલબ્ધ છે. કોટી પેન્ટ, પહેરણ, પોલિવસ્ત્ર, શર્ટ, કોટીંગ, રંગીન શર્ટીંગ પોલિવસ્ત્ર પી - ૧, ચર્મ ચામડાના બુટ તથા ચંપલ અવનવી ડીઝાઈનમા હસ્તકલાની ચીજો, સાબુ અગરબત્તી, સુખડ ઓઇલ, સુખડ લાકડુ, વિવિધ અવનવી ચીજો ખાદીગ્રામ ઉદ્યોગ રાવપુરા ખાતે તા.૩૧ ડિસેમ્બર સુધી ખાસ વળતર આપવામાં આવશે.
ખાદી જેવી આપણી પરંપરાગત શક્તિ પણ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરણા બની શકે છે ત્યારે વ ડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ખાદી પ્રેરણાસ્ત્રોત બની છે.
વડોદરા શહેર જિલ્લાના ખાદી પ્રેમી નાગરીકોએ મોટા પાયે ખાદીની ખરીદી કરી વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપ્યું છે.
ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ તથા મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલે વડોદરાની જનતાનો નાના કારીગરોને રોજગારી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.