લુણાવાડા નગરની આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો નવજાત બાળકીનો જીવ બચાવાયો
મહીસાગર જિલ્લાના વડામાં તક લુણાવાડા નગર ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો બાળકના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી.
મહીસાગર જિલ્લાના વડામાં તક લુણાવાડા નગર ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો બાળકના પરિવારમાં ખુશી લાગણી જોવા મળી છે.પ્રાપ્ત માહિતી અનુસાર આયુષ હોસ્પિટલમાં એક દર્દી નામે બેબી ઓફ રણજીતભાઈ ખાંટ જેમની બાળકીની હાલની ઉંમર એક મહિનો અને દસ દિવસ છે. બાળકી જ્યારે જનની ત્યારે તેનું વજન ફક્ત 900 ગ્રામ હતું અને તે પણ અધુરામાં મહિને પ્રસુતિ થતો બાળકીનો જન્મ થવા પામ્યો હતો. દર્દીના સગા સંબંધીઓની શરૂઆતમાં તો તેમની માન્યતા અનુસાર એવી ધારણા બધી બેઠા હતા કે આટલા ઓછા વજનનું અને અધૂરા મહીને જન્મેલ બાળક જીવી શકે નહીં છતાં પણ દર્દીના સગા વહાલાઓએ અલગ અલગ દવાખાનાઓમાં સારવાર માટે તપાસ કરી હતી પરંતુ ત્યાં દાખલ કરવાની અને સારવાર માટે વધુ નાણાંની જરૂરિયાત અને ખર્ચ થતો હોવાથી દર્દીના પરિવારજનો ખૂબ જ હતાશ બની ગયા હતા.
પરંતુ ત્યારબાદ તેમના એક સગાએ જણાવ્યું કે આયુષ્યમાન કાર્ડ હેઠળ સરકાર દ્વારા મફત સારવાર આપવામાં આવે છે અને આના માટે આયુષ હોસ્પિટલમાં સારવાર થાય છે. ત્યારે તેઓ આયુષ હોસ્પિટલમાં બાળકીને લઈને આવતા બાળકોના ડોક્ટર શૈલેષ પંચાલ દ્વારા દર્દીના પિતાનું આયુષ્યમાન પીએમજેએવાય કાર્ડ બનાવવામાં મદદ કરી હતી અને બાળકીને તેમની હોસ્પિટલમાં દાખલ કરીને તમામ સારવાર કરીને જરૂરી તમામ દવા સારવાર આપી જેવી કે બાળકીને કાચની પેટીમાં રાખવી, ઓક્સિજન આપવો, જરૂરી મોંઘા ઇન્જેક્શન અને બાળકીને લોહીની જરૂરિયાત હોવાથી લોહી પણ ચારેક વખત ચડાવ્યું, હૃદયની સારવાર અને મોંઘા રિપોર્ટ કરાવી લોહીની પણ તપાસ કરાવડાવીને દવા સારવાર કરીને બાળકીનો જીવ બચાવી લીધો હતો 40 દિવસ સુધી ડોક્ટરે અથાગ પ્રયત્નો કરીને કાળજીપૂર્વક ધ્યાન રાખીને બાળકીની સારવાર કરતો બાળકીની તબિયતમાં સુધારો થતા બાળકીનું વજન એક કિલો ને 200 ગ્રામ થયું હતું. ત્યારબાદ બાળકની રજા આપવામાં આવી હતી જે સારવારનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલોમાં અંદાજે રૂપિયા બે થી ત્રણ લાખ જેટલો આવે છે તેની તમામ સારવાર બાળકને આયુષ હોસ્પિટલમાં વિનામૂલ્ય આયુષ્યમાન કાર્ડ કરવામાં આવતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં આનંદ ની લાગણી પ્રસરી જવા પામી હતી. આવો લાભ સરકાર દ્વારા બીજા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને પણ મળી રહે તેવી આશા બાળકીના પરિવારજનોએ વ્યક્ત કરી હતી.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે શનિવારે ગાંધીનગરથી 'વોટર એમ્બ્યુલન્સ'ને લીલી ઝંડી બતાવી હતી. મહા કુંભ 2025 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાશે.
GCCIની બેંકિંગ અને ફાઇનાન્સ કમિટી અને MSME કમિટી ના સંયુક્ત ઉપક્રમે તા: 2જી જાન્યુઆરી, 2025ના રોજ GCCI ખાતે નિકાસ અને આયાત વેપારમાં સુવિધાઓ અને તકો પર એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.