વડવાઓની માભોમ પર પગ મૂકતાં જ તમિલ પરિવારોના મન મોર બની નાચી ઉઠ્યા
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ - ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો
ગીર સોમનાથ, તા.૨૦ એપ્રિલ, ૨૦૨૩ (ગુરુવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત' સંકલ્પના સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી સાકાર બની રહી છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં આજે ચોથા દિવસે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે મદુરાઈથી આશરે ૩૦૦ જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો આવી પહોંચ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની ધરતી પર પધારેલા તમિલ પરિવારોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડો.ભારતી પ્રવિણ પવાર, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુળુભાઈ બેરાએ મીઠેરો આવકાર આપી તેમને વધાવી લીધા હતા.
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે તમિલ પરિવારોએ પગ મૂકતાં જ સમગ્ર વાતાવરણ ઢોલ નગારાના હર્ષ નાદ અને શરણાઈના સૂરથી સુરમયી અને આનંદિત બની ગયું હતું. તમિલનાડુથી પધારેલા મોંઘેરાને મહેમાનોને કંકુ ચોખાના તિલક કરી પુષ્પોથી વધાવ્યા હતા. પિતૃઓની પાવન ભૂમિ પ્રભાસતીર્થ પર પગ મૂકતાં જ તમિલ પરિવારોના મન જાણે મોર બની નાચી ઊઠ્યા હતા. પારંપારિક ગુજરાતી સંગીતના તાલે ગરબા લઈ તેઓ આનંદિત બન્યા હતા અને સોમનાથની પાવન ભૂમિને દંડવત પ્રણામ કર્યા હતા.
પધારલે તમિલ પરિવારો સાથે રેલવે સ્ટેશન ખાતે વાર્તાલાપ કરતા મંત્રીશ્રી ભારતી પવારે જણાવ્યું હતું કે, સોમનાથની ધરતી પર પગ મૂકતાં મેં આજે ઘણા તમિલ પરિવારોની આંખોમાં ખુશીના આંસુ જોયા, જે દર્શાવે છે ભાષા ભલે અલગ, ભૂષા ભલે અલગ પણ મન એક છે. તમે ખાતા ધરાશો પણ અહીંના લોકો તમને ખવડાવતા નહીં થાકે એ અહીંની સંસ્કૃતિ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે નરેન્દ્રભાઈ મોદીએ આ સંસ્કૃતિને ઉજાગર કરી છે. આપણે આપણી આ એકતાનો સંદેશો વિશ્વને દેવાનો છે. વધુમાં તેમણે સૌ તમિલ બંધુઓને આ ઐતિહાસિક ક્ષણની વધામણીઓ આપી હતી.
કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાતની ધરા પર તમારું હાર્દિક સ્વાગત છે. નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી બે સંસ્કૃતિઓનું મિલન કરાવ્યું છે.
રાજ્યમંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યુ હતુ કે, આપણે સંસ્કૃતિઓના સંગમના આ સંદેશાને આગળ લઈ જવાનું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે રાજ્ય સરકાર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે ખરેખર સવિશેષ છે.
આ પ્રસંગે મહેમાનોને મીઠેરો આવકાર આપવા રેલવે સ્ટેશન ખાતે મંત્રીશ્રીઓ સાથે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, તાલાલા ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ બારડ, સોમનાથ વેરાવળ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા, સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી લલિતભાઈ પટેલ, જિલ્લા પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ, અગ્રણીઓ તથા વિવિધ એન.જી.ઓ. અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.