રાજ્ય સરકારની સેવાઓ ઓનલાઇન કરાતા વિજિલન્સ કમિશનરની કચેરીમાં આવતી ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું
વડોદરા ખાતે કલેક્ટર કચેરી સ્થિત ધારાસભા હોલમાં રાજ્યના વિજિલન્સ કમિશનર સુશ્રી સંગીતા સિંઘે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને સરકારી સેવામાં અપ્રમાણિક્તાને નિવારવા માટે જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની સેવાઓ મેળવવા માટે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગને પરિણામે વિજિલન્સ કમિશનરની કચેરીમાં આવતી ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું છે.
વડોદરા ખાતે કલેક્ટર કચેરી સ્થિત ધારાસભા હોલમાં રાજ્યના વિજિલન્સ કમિશનર સુશ્રી સંગીતા સિંઘે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને સરકારી સેવામાં અપ્રમાણિક્તાને નિવારવા માટે જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની સેવાઓ મેળવવા માટે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગને પરિણામે વિજિલન્સ કમિશનરની કચેરીમાં આવતી ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું છે.
નિવારાત્મક તકેદારી ઉપર ભાર મૂકતા સુશ્રી સંગીતા સિંઘે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી સમય મર્યાદામાં અને સંખ્યામાં જિલ્લાના અધિકારીઓ પોતાની કચેરી ઉપરાંત તાબા હેઠળની કચેરીઓનું નિરીક્ષણ કરે તો પણ લોકોને સરકારી સેવાઓ મેળવવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવી શકાય છે.
રાજ્ય સરકાર દ્વારા મળતી સેવાઓ પૈકી મહત્તમ સેવાઓ માટે હવે ડિઝીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના કારણે લોકોને સરકારી કચેરીઓ સુધી આવવું પડતું નથી, તે ઉપરાંત સંબંધિત સેવાઓ માટે અપ્રમાણિક્તાનું પ્રમાણ પણ ઘટાડી શકાયું છે. જેમાં આઇઓઆરઓ અને ડિઝીટલ ગુજરાત જેવા રાજ્ય સરકારના ઓનલાઇન પ્લેટફોર્મ સારી કામગીરી કરી રહ્યા છે.
રાજ્ય સરકારની કચેરીની કચેરીઓની તપાસણી દરમિયાન કચેરી કાર્ય પદ્ધતિ મુજબના ફોર્મ અને તેને અનુરૂપ તપાસણી થાય એ વિષય ઉપર વિશેષ ભાર મૂકતા વિજિલન્સ કમિશનર સુશ્રી સિંઘે કહ્યું કે, પોતાની કચેરીના ટેબલ અને તાબાની કચેરીની આકસ્મિક તપાસણી કરતા રહેવાથી કામગીરીમાં પણ ઝડપ આવે છે અને કોઇ જગ્યાએ સુધારા કરવાની જરૂર પડે તેને ધ્યાને લાવી શકાય છે. વડોદરા શહેર અને જિલ્લામાં મહેસુધી અધિકારીઓ દ્વારા આવી ૭૦ થી વધુ કચેરીઓની આકસ્મિક તપાસણી કરવામાં આવી છે.
આ ઉપરાંત તેમણે લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા થયેલી જનજાગૃતિના કાર્યક્રમોની પણ સમીક્ષા કરી હતી અને પાર્ટીસિપેટરી વિજિલન્સની પણ માહિતી આપી હતી. તેમણે ખાતાકીય તપાસના કેસો ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
કલેક્ટર શ્રી અતુલ ગોર દ્વારા વડોદરા જિલ્લામાં દફતર તપાસણી, જનસેવા કેન્દ્રોનું વિકેન્દ્રીકરણ સહિતની બાબતની માહિતી પ્રસ્તુત કરી કહ્યું હતું કે, ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્વાગત, સિટીઝન ચાર્ટરના અસરકારક અમલ ઉપરાંત રાત્રિ સભા જેવા કાર્યક્રમો થકી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા, નાયબ પોલીસ કમિશનર શ્રી અભય સોની, અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ અને શ્રી હસમુખ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.