મોડાસા ટાઉનહોલ ખાતે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા, લાભાર્થીઓને આયુષ્માન અને આભા કાર્ડનું વિતરણ કરાયું.
ધનસુરા : ગુજરાતની મુલાકાતે પધારેલા દેશના માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના વરદહસ્તે સમગ્ર દેશમાં આયુષ્માન ભવઃ કાર્યક્રમનું વર્ચ્યુઅલી લોન્ચીંગ કરવામાં હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લામાં મોડાસાના ટાઉન હોલ ખાતે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આયુષ્માન ભારત યોજના અને આભા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકે જણાવ્યું કે, આરોગ્ય વિભાગની આયુષ્માન ભારત યોજના સહિત તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને પોતાના ગામમાં જ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. તા.૨ ઓક્ટોબરના રોજ આયુષ્માન ગ્રામસભા અંતર્ગત ગામમાં લાભ લીધેલ લાભાર્થીના અનુભવ શેર કરી વધુમાં વધુ અને બાકી રહી ગયેલા લાભાર્થીઓ કાર્ડ મેળવે તે માટે પ્રચાર-પ્રસાર કરીને જન જાગૃતિ હાથ ધરાશે અને જે ગામમાં 100% કામગીરી થઇ હોય તેમને પ્રોત્સાહીત કરાશે. આ ઉપરાંત દરેક તાલુકામાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાવાસીઓને રક્તદાન કરવાની અપીલ કરતાં કલેક્ટરશ્રીએ કહ્યું કે, લોકો રક્તદાન અને અંગદાન કરતા થાય એ માટે જિલ્લામાં રક્તદાન અને અંગદાન અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે. જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોમાં આયુષ્યમાન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને SDH ખાતે સાફ સફાઈ અને કાયાકલ્પ અંતર્ગત કામગીરી કરાશે.
તા.૧૭/૦૯/૨૦૨૩થી તા.૦૨/૧૦/૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન આરોગ્યના કેમ્પો યોજવામાં આવશે. જેમાં ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, હ્રદયરોગ, લકવો, ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર જેવા રોગોની પ્રાથમિક તપાસ અને સ્ક્રિનિંગની કામગીરી દરેક ગામમાં કરવામાં આવશે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.